• બુધવાર, 12 માર્ચ, 2025

ગાંધીધામની વિવિધ સંસ્થાઓના ઉપક્રમે શહેરના સ્થાપના દિવસની ઉમંગભેર ઉજવણી

આદિપુર, તા. 17 : શહેરની વિવિધ સંસ્થા દ્વારા ગાંધીધામના સ્થાપના દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિવિધ કૃતિઓ પ્રસ્તુત થઈ હતી. મૈત્રીમંડળ સંચાલિત દાદા દુ:ખાયલ બી.એડ્. કોલેજમાં હેતલ ગરવા અને આશા કટારીયાએ ગીત, શકિતસિંહ જાડેજા અને નિધી ઠકકર, લક્ષ્મી મરંડે ગાંધીધામ શહેર અંગે ઉદબોધન આપ્યું હતું. સંચાલન ઓમકાર રૂડાણીએ કર્યું હતું. સમગ્ર આયોજનમાં પ્રો. દિપા કંસારા અને પ્રો. જશોદા મહેશ્વરીએ સંભાળ્યું હતું. શહેરની  માતાલક્ષ્મી રોટરી શ્રવણ દિવ્યાંગ શાળાના છાત્રોએ  મેહુલ ભટ્ટના માર્ગદર્શન તળે ઈન્ડિયન સાઈન લેંગ્વેજમાં રાષ્ટ્રગીત પ્રસ્તુત કર્યું હતું. પલ્લવી ગોસ્વામી અને ડીમ્પલ મારૂએ વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો. આ ઉપરાંત હરિઆશરો ટ્રસ્ટ સંચાલિત ઉપાસના મનોદિવ્યાંગ શાળાના બાળકોએ નૃત્ય અને સંગીતની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આયોજનને સફળ બનાવવા માટે આચાર્ય ભરત રાઠોડના માર્ગદર્શન તળે સ્ટાફગણે સહકાર આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd