• બુધવાર, 12 માર્ચ, 2025

ભુજના ભાનુશાલીનગર પાછળ વહેણમાં ગટરનાં પાણીથી રહેવાસીઓ ત્રસ્ત

ભુજ, તા. 17 : શહેરના હમીરસર તળાવમાં પાણી પહોંચાડતી આવમાં ગટરનાં દૂષિત પાણી વહેતાં તમામ ગંદકી વરસાદ સમયે ભુજના હૃદયસમા તળાવમાં પહોંચવાની ભીતિ જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. ભુજમાં ઉભરાતી ગટરથી લોકો ત્રસ્ત બન્યા છે. હાલમાં ભાનુશાલીનગર પાછળના વિસ્તારમાં આવેલા વરસાદી વહેણમાં ગટરના પાણી ફેલાવા સાથે ધીરેધીરે આગળ વધ્યા હોવા સાથે દૂષિત પાણી કલેક્ટર કચેરી સુધીના વહેણમાં પણ પહોંચી ગયા છે. આ તમામ ગંદકી વરસાદ સમયે હમીરસર તળાવમાં પહોંચી તેને દૂષિત કરશે તેવું જાગૃત નાગરિકો કહી રહ્યા છે. ભાનુશાલીનગર પાછળના વિસ્તારમાં વહેણમાં આવતા ગટરના પાણીને પગલે આસપાસના રહેવાસીઓ દુર્ગંધથી ત્રસ્ત બન્યા છે અને માખી-મચ્છરના ઉપદ્રવને પગલે રોગચાળો ફેલાય તેવી ભીતિ વ્યકત્ કરવા સાથે વહેણમાં આવતા દૂષિત પાણીનો મૂળ શોધી તેને રોકી નાળાંની સફાઇ કરવા સુધરાઇ સમક્ષ માંગ કરી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd