• ગુરુવાર, 13 માર્ચ, 2025

સંઘડ ખાતે આહીર સમાજનાં સમૂહલગ્નમાં 26 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં

ગાંધીધામ, તા. 9 : અંજાર તા.ના સંઘડ ગામે આહીર સમાજવાડી ખાતે યોજાયેલા જ્ઞાતિના 17મા બે દિવસીય સમૂહલગ્નોત્સવમાં 26 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ પ્રસંગે અંજાર અને ગાંધીધામના ધારાસભ્યો ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી, ભારાપર જાગીરના લઘુ મહંત ભરતદાદા, કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગડ, સરપંચ કરશનભાઈ મ્યાત્રા, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વિ.ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિઓને આશિર્વચન પાઠવ્યા હતા.  લગ્ન નોંધણીની વ્યવસ્થા તલાટી તરફથી સ્થળ પર જ કરાઈ હતી. જમણવારના દાતા તરીકે શંભુભાઈ રાઘુભાઈ મ્યાત્રા, વાલજીભાઈ કરસનભાઈ મકવાણા તરફથી બે લાખ, વજાભાઈ માનણભાઈ મ્યાત્રા તરફથી એક લાખ ઉપરાંત કન્યાદાન માટે વિવિધ વસ્તુઓ દાતા તરફથી અપાઈ હતી. બે દિવસમાં  બાર હજાર લોકો સમૂહ ભોજનમાં જોડાયા હતા. લગ્ન સમિતિના શામજીભાઈ જશાભાઈ મ્યાત્રા, શામજીભાઈ પાંચાભાઈ મકવાણા, શામજીભાઈ વજાભાઈ મ્યાત્રા, બચુભાઈ ભીખાભાઈ કોવાડિયા, મનજીભાઈ રવજીભાઈ ડાંગર તથા અન્યોએ આયોજન સંભાળ્યું હતું. અતિથિઓ તરફથી સમગ્ર આયોજન બિરદાવાયું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd