ભુજ, તા. 8 : કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ
ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ દિલ્હી વિધાનસભામાં ભાજપની જીતને આવકારતા જણાવ્યું
હતું કે, છેલ્લા 2 ટર્મના આપના શાસનમાં ભ્રષ્ટાચાર, જુઠાણા અને પ્રજાને ખોટા વચનોથી ત્રસ્ત દિલ્હીની
જનતાએ આ ચૂંટણીમાં હરાવ્યા છે અને ભાજપને સ્પષ્ટ બહુમતી આપી છે. વડાપ્રધાન અને તેમની
નિર્ણયક સરકાર અને ભારતીય જનતા પાર્ટીમાં સંપૂર્ણ વિશ્વાસથી આ પ્રચંડ જીત મળી છે તેવું
કહી દિલ્હીના લોકો વડાપ્રધાન, ગૃહપ્રધાન અમિત શાહ, જે.પી. નડ્ડા, દિલ્હી ભાજપના સંગઠન પદાધિકારીઓ,
કાર્યકરો સૌની તેમણે સરાહના કરી હતી.