મનસુખ
ઠક્કર દ્વારા : ભચાઉ, તા. 8 : રાપર
તાલુકાના સઇ ગામે 305 વર્ષ
જૂના પાબુદાદા મંદિરે તેશીયાણી પરિવાર ટ્રસ્ટ સંચાલિત રૂપિયા ચાર કરોડના ખર્ચે નિર્માણ
પામેલા વિવિધ સંકુલનું ઉદ્ઘાટન રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું.
મુખ્યદ્વારનાં લાભાર્થી માનુબેન ગોવર આંબા ગડા,
શ્રીમતી મંજુલાબેન દેવજી ગોવર ગડા પરિવારના
દેવજીભાઇ ગોવરભાઇ ગડા (દેવુ શેઠ) તથા પૂર્વ નાણામંત્રી બાબુલાલ મેઘજી શાહ વિશેષ ઉપસ્થિત
રહ્યા હતા. તેશીયાણી પરિવારના સભ્યો આ ઉત્સવને માણવા ઉમટયા હતા. મુખ્ય ભેટ, ભોજન ખંડ, નવું શિખરબદ્ધ મંદિર, મધ્યસ્થ ખંડ, પાબુદાદાના નવા સંકુલ અંદર મધ્યમાં તેશી
દાદાની પ્રતિમા અને 13 જેટલા
અન્ય ખંડના નિર્માણ આધુનિક સુવિધા સાથે કરાયા છે. ઉદ્ઘાટન પૂર્વે રાપર વિસ્તારના ધારાસભ્ય
વીરેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનોનું સામૈયું વાજતે-ગાજતે કરાયું હતું. આ પ્રસંગે
હમીરજી વર્ધાજી સોઢા (પૂર્વ પ્રમુખ-રાપર તાલુકા પંચાયત), ગોગાદાદાના મહંત ગોવાભાઇ માલાભાઇ રબારી-સઇ, પાબુદાદા મંદિરના મહંત દયાલગિરિ રેવાગિરિ ગોસ્વામી, સઇ ગામના વડીલ શિવુભા મમુજીભાઇ જાડેજા, સરપંચ
સઇ અજિતસિંહ ગેમરસિંહ જાડેજા, આધોઇ ગામના પૂર્વ સરપંચ જશુભા કલુભા જાડેજા, સઇના ઉપસરપંચ વશરામભાઇ રણછોડભાઇ પટેલ, અમુભાઇ
દામજીભાઇ ગડા ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહમાં વાગડ વિશા ઓશવાળ ચોવીસી મહાજનના
પ્રમુખ નાગજી વેરશીભાઇ રીટા, પૂર્વ પ્રમુખ લક્ષ્મીચંદભાઇ ચરલા, જાગૃતિબેન બાબુલાલ શાહ,
ઉષાબેન શાહ સહિતના અનેક મહાનુભાવો હાજર
રહ્યા હતા. સઇ પાબુદાદા સ્થાનકનો મહિમા અજોડ છે. ભાદરવા સુદ 11ના અહીં મેળો ભરાય છે. લોકવાયકા મુજબ 305 વર્ષ પૂર્વે તેજશી બાપાની વહારે પાબુદાદા
આવ્યા હતા ત્યારથી આ પરિવાર વટવૃક્ષ જેમ વિસ્તરતો રહ્યો છે. શેઠ તેશીયાણી પરિવાર-ટ્રસ્ટના
ટ્રસ્ટીઓ-અધિકારીઓ તન-મન-ધનથી સેવા બજાવી રહ્યા છે. પ્રમુખ દેવજી ગોવર ગડા, ઉપપ્રમુખ પ્રવીણ દામજી ગડા,
વિનોદ વિરમ ગડા, ખજાનચી / ટ્રસ્ટી દામજી પ્રેમજી લધા ગડા, સહખજાનચી / ટ્રસ્ટી સંદીપ બાબુલાલ ગડા, ટ્રસ્ટીગણ
દામજી રૂપશી ગડા, દામજી આશધીર ગડા, લાલજી હેમરાજ ગડા, દામજી ડુંગરશી ગડા, મંત્રી-ટ્રસ્ટી રાઘવજી ગોપાલ ગડા,
મેઘજી ભચુ ગડા, લખમશી પોપટલાલ ગડા, હેમંત હરિલાલ ગડા અને નવા સંકુલને ઊભું
કરવા ટ્રસ્ટે સોંપેલ કામને ટૂંકાગાળામાં દીપાવ્યું એવા દેવજી ગોવર ગડા, મેઘજી ભચુ ગડા, રાઘવજી ગોપાલ ગડા, દામજી આશ્ધીર ગડા, સચિન મણિલાલ ગડા, સંદીપ બાબુલાલ ગડાનું આ કાર્ય બદલ વિશિષ્ટ બહુમાન કરાયું હતું. કાર્યક્રમમાં
ટીનાબેન છેડા એન્ડ પાર્ટી દ્વારા ધાર્મિક-લોકગીત, ભજન
કાર્યક્રમ યોજાયા હતા. વીર પાબુજી ભાલારા તેશીયાણી પરિવારના ગોઠિયા અને નિયાણી બહેનો
દ્વારા વિશેષ ગરબા અને નાટક ભજવાયા હતા. સમારોહનું સંચાલન દામજી આશ્ધીર ગડા, રાઘવજી ગોપાલ ગડાએ કર્યું હતું.