ગત તા. 6-2ના મુંબઇથી
સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા આર્મીના જવાનો અમૂલભાઇ દેસાઇ, દીપક પાટિલ અને લોકેશ કુમાર ભુજ આવી રહ્યા હતા,
ત્યારે તેમના જ ડબામાં વડોદરાથી ભાવિનભાઇ ભંડારીનો પરિવાર કચ્છના પ્રવાસે
આવવા ચડયો હતો. ભુજ પહોંચતાં ભાવિનભાઇ તેમનું 8થી 10 હજાર રોકડ-ઘરેણા અને જરૂરી આધારકાર્ડ, એટીએમ કાર્ડવાળું કિંમતી પાઉચ ટ્રેનમાં જ ભૂલી
ગયા હતા. આ પાઉચ આર્મીના જવાન અમૂલભાઇને મળતાં તેમને ભાવિનભાઇનો સંપર્ક કરી ફરવા આવેલા
ભાવિનભાઇને સ્મૃતિવનમાં જઇ પરત આપી ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડયું હતું.