ભુજ, તા. 8 : કચ્છ કોઇન સોસાયટી અને કચ્છ
ફિલાટેલિક એસોસીએશનના યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં સામત્રાના એનઆરઆઇ નારાણભાઇ ગામીને
લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ-2024 અર્પણ કરી
સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ કબીર મંદિરના મહંત કિશોરદાસજી, મણિલાલભાઇ ઠક્કર, ગૌતમ
ભાનાણી, યુનુસભાઇ ભેપોત્રા, જગદીશભાઇ ગઢવી
ઉપસ્થિત રહ્યા હતા. નુમેસમેટીક અને ફિલાટેલી ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ પ્રમુખ જગદીશ
સોની, દિનેશ મહેતા તથા સભ્યોના હસ્તે નારાણભાઇનું લાઇફટાઇમ એચિવમેન્ટ
એવોર્ડ-2024થી સન્માન કરાયું હતું. સ્થાપક
અને પૂર્વ પ્રમુખ દિનેશભાઇ મહેતાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. કિશોરદાસજીએ આશીર્વચન
પાઠવ્યા હતા. મણિભાઇ ઠક્કરે બંને સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી 5000 રૂા. દાન આપ્યું હતું. પ્રમુખ
શ્રી સોનીએ સંસ્થાની પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો હતો. ગૌતમ ભાનાણીએ ફિલાટેલી પ્રવૃત્તિઓથી
યુવાનો અને વિદ્યાર્થીઓમાં શોખનો વિકાસ થાય તે અંગે માહિતી આપી હતી. યુનુસભાઇએ ભુજ
હેડ પોસ્ટ ઓફિસમાં રામમંદિરની સ્ટેમ્પની મિનીએચર શીટ અને પિક્ચર પોસ્ટકાર્ડ ભુજ હેડપોસ્ટ
ઓફિસમાંથી મળશે તેવું જણાવ્યું હતું. કોઇન સોસાયટીના આજીવન સભ્ય વિજયાબેન પટેલને રાજ્યકક્ષા
એથ્લેટીક્સ સ્પર્ધા-2024માં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેળવવા
બદલ શીલાબેન, પુષ્પાબેન, રીયાબેન,
પૂનમબેન, ભાવનાબેન દ્વારા સન્માન કરાયું હતું.
મોમેન્ટોનું વાંચન કરાયું હતું. ડો. એચ.એચ. ભુડિયા, મિલિન્દ અગ્રવાલ,
ભીખુભા ગોહિલ, અશોક માંડલિયા, જગદીશ ઝવેરી, ઉમેદલાલ
જોષી, નીતિન હરસિયાણી, યુસુફ દારૂગર ઉપસ્થિત
રહ્યા હતા. દીપ કટ્ટા, ઇશ્વરલાલ ઠક્કર, કમલેશ શાહ, નરેન્દ્ર અદેપાલ, નવીન છેડા, સુરેશ ધોળકિયાએ જહેમત ઊઠાવી હતી. સંચાલન અશોક ઝવેરી અને આભારવિધિ રાજેશ ગણાત્રાએ
કરી હતી.