• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ભચાઉમાં અખિલ કચ્છ લોહાણા મહાજનની બેઠક યોજાઈ

મનસુખ ઠકકર ધ્વારા : ભચાઉ,તા.4 : અહીંના લોહાણા મહાજનના સાનિધ્યમાં  અખિલ  કચ્છ લોહાણા મહાજનની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ હતી.જેમાં સમાજના ઉત્કર્ષના વિવિધ  પ્રકલ્પનોની  જાહેરાત સાથે દાતાઓના નામો જાહેર થયા હતા. અખિલ કચ્છ લોહાણા મહાજના ઉપપ્રમુખ નીતીનભાઈ ઠકકરે  કાર્યકમની રૂપરેખા ઉપર પ્રકાશ પાડયો હતો વધુમાં તેમણે  ઉપસ્થ્તિ હોદેદારોનુ સન્માન  હારતોરા નહીં કરવા નકકી કરાયુ હોવાની વિગતો આપી હતી. નવા  વરાયેલા કચ્છ પ્રમુખ અને દાતા સુરેશભાઈ  નરશીરામ ઠકકરે આવકાર પ્રવચનમાં સમગ્રમાં કચ્છમાં નલિયા થી આડેસર સુધી 140 નાના મોટા કચ્છના   મહાજનોનુ પ્રતિનિધિત્વ કરતું  મહાજન કચ્છના ખુણે-ખુણે લોહાણા સમાજ પાસે પહોંચીસ સંપ  સંગઠન એકતા વધે   અને સમાજ સુખી રહે તેવા પ્રયાસો કરાશે  જણાવ્યુ હતું. અખિલ કચ્છ  લોહાણા મહાજના મહામંત્રી અને ભુજના સી.એ. નિતિનભાઈ કાનજીભાઈ ઠકકરે  મહાજના કાર્યના રોડમેપ અને  આજના સમયમાં સૌથી વધુ જરૂરીયાત ઉપર પ્રકાશ પાડી  સંપ-સંગઠન ઉપર ભાર મુકયો હતળો. આરોગ્ય,શિક્ષણ,મહાજનનો માંડવો સહિતના પ્રકલ્પો ઉપર  દાતાઓના સહકાર સાથે  કાર્ય કરીશુ. મહાજનના ખજાનચી નિતિભાઈ વિઠલદાસ કાથરાણીએ ફેબુઆરી થી જુલાઈ 2024 સુધીના   હિસાબોનો અહેવાલ આપ્યો હતો.ગેસ્ટહાઉસમાં બે રૂમ બન્યા છે. મહાજના પાસે ભુજમાં લોહાણા ભવનમાં 13 નવા અને  6 જુના અતિથીગૃહના રૂમ છે. ઉપરાંત એકલા રહેતા જ્ઞાતિજનો માટે ડોરમેટરની પણ સુવિધા છે.  આ સેવાઓનો  લાભ  અન્ય સમાજના લોકોને પણ અપાય છે.  હોલમાં અગ્નિશમનની સુરક્ષા   કરાઈ હોવાનુ તેમણે ઉમેર્યું હતું.ભચાઉ મહાજનના પ્રમુખ  અને અ.ક.લો.મહાજના ઉપપ્રમુખ  હર્ષદભાઈએ સૌને આવકાર્યા હતા.આ પ્રસંગે  કચ્છ મહાજના ધ્વારા ભચાઉ?મહાજને 25 હજારનો ચેક અર્પણ કરાયો હતો. આ વેળાએ  સાત લગ્નોનું દાન જાહેર થયુ હતું. બે લગ્ન માટે કરશનદાસ કલ્યાણજી કતીરા હસ્તે દેવેન્દ્રભાઈ કતીરા,ત્રણ લગ્ન્ માટે  મૂળ વિરાણાના હાલે મેવાબેન મનજીભાઈ  આઈયા હસ્તે નવીનભાઈ અને સુભાષભાઈ આઈયા,તેમજ બે લગ્ના ખર્ચ માટે  શાંતાબેન નરશીરામ દામજીભાઈ પરિવાર મુન્દ્રા હસ્તે કચ્છ મહાજનના પ્રમુખ સુરશેભાઈ તેમજ શૈક્ષણિક સેતુ માટે પાંચ લેપટોપ માટે સ્વ.સુભાષભાઈ મનજીભાઈ આઈયા હસ્તે હેમલભાઈ આઈયા,ચાર લેપટોપ માટે  મહાજનના મંત્રી નિતિનભાઈ  કાનજીભાઈ લવજીભાઈ ઠકકર, 11 લેપટોપ માટે  આસુતોષ કન્ટેનર્સ સર્વિસ પ્રા.લી. મુન્દ્રા મહાજનના પ્રમુખ  સુરેશભાઈ ઠકકરના નામની સહકારની જાહેરાત થઈ હતી. આરોગ્ય માટે  રાપર,ભચાઉ,મુન્દ્રા,નલીયા,લોહાજને અને સ્વ.ઘનલક્ષ્મીબેન હરીશભાઈ આઈયાચે.ટ્રસ્ટ હસ્તે  જીગરભાઈ આઈયાએ 25-25 હજારનુ અનુદાન આપ્યુ હતું. બેઠકમાં ભુજ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ધારાશાત્રી કિરણભાઈ ઠકકર,રવાપર થી કચ્છ  મહાજનના ટ્રસ્ટી અશ્વિનભાઈ ઠકકર અને અબડાસા લોહાણા મહાજનના પ્રમુખ   મહેન્દ્રભાઈ ઠકકર,રાપર તા.લોહાણા મહાજનના પ્રમુખ કાન્તીલાલ ઠકકર ,આદિપુર  મહાજનના અશોકભાઈ ઠકકર સહિતના હાજર રહયા હતા. રાપર મહાજનના પ્રમુખ રાજેશભાઈ.આર .ચંદે  નૂતનવર્ષમાં સ્નેહમિલન ન યોજવા  સૂચન કર્યું હતું.કિરણબેન ધર્મેન્દ્રભાઈ કોટક, દયાપર લોહાણા સમાજના પ્રમુખ રામભાઈ અનમ, વિપુલભાઈ ચંદુલાલ રાજદે(રાપર),હસમુખભાઈ કોડરાણી(અંજાર),કિશોરભાઈ ચોથાણી(મુન્દ્રા),દેવેન્દ્રભાઈ કતીરા(નખત્રાણા),નવીનભાઈ આઈયા,તુષારભાઈ આઈયા સહિતના વિગેરે હાજર રહયા હતા.  ભચાઉ મહાજનના મંત્રી અશ્વિનભાઈ ઠકકરે સ્થાનિક અગ્રણીઓનો પરીચય આપ્યો હતો.સમગ્ર આયોજનમાં  મહાજનના ઉપપ્રમુખ  પ્રવિણભાઈ ચંદે,અંબાલાલ ચંદે,અશોકભાઈ રાણા,હરેશભાઈ જોનબપુત્રા,મહિલા મંડળના પ્રમુખ ત્રિવેણીબેન  રાજદે,કન્વીનર સુશીલાબેન ઠકકર,યુવક મંડળના પ્રમુખ પરેશભાઈ પ્રવીણભાઈ ચંદે,મિલન સોમૈયા વિગેરેએ સહકારે આપ્યો હતો.આભારવિધી કચ્છ મહાજનના મંત્રીસ વિપુલ ચંદુલાલ રાજદેએ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang