• શનિવાર, 27 જુલાઈ, 2024

કચ્છમાં વીજભાર ગ્રાહકો જણાવતા નથી છતાં 10 લાખ યુનિટ રોજ વધ્યા

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 14 : કચ્છમાં ભુજ અને અંજાર સર્કલ હેઠળ આવતા વીજ વપરાશ કરતા પીજીવીસીએલના અંદાજે લાખ જેટલા ગ્રાહકો તરફથી દૈનિક વીજભારના વપરાશમાં વધારો થતો હોવા છતાં જાહેર નહીં કરાતાં લો-વોલ્ટેજની સમસ્યા દર વખતે ઉનાળામાં સર્જાતી હોવાથી આવનારા દિવસોમાં નવી મીટર પદ્ધતિ ચાલુ થાય પહેલાં વીજભારની રકમ વસૂલવાની કાર્યવાહી થાય તેવા નિર્દેશ મળી રહ્યા છે. કચ્છમાં હવે વીજળીની ખપત ઘર વપરાશવાળા મોટા ભાગના ગ્રાહકોની વધતી જાય છે. કેમ કે, ગરમીના દિવસોમાં હવે સેંકડો ગ્રાહકોએ પોતાનાં ઘરોમાં .સી. સહિતનાં ઉપકરણો લગાવી દીધાં હોવાથી વપરાશ વધી ગયો સામે જે તે વિસ્તારમાં ટ્રાન્સફોર્મરની ક્ષમતા રહેતાં લો-વોલ્ટેજની સમસ્યાની રોજ-રોજ અનેક વિસ્તારોમાં ફરિયાદો આવતી હોય છે. ખરેખર ઉનાળામાં લો-વોલ્ટેજ શા માટે થઇ જાય છે જાણવા પીજીવીસીએલના ઇજનેરનો સંપર્ક કર્યો તો ભુજ સિટી-1ના નાયબ ઇજનેર શ્રી ઠક્કરે સમજણ આપતાં જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં વીજજોડાણ લેનારા ગ્રાહકે જેતે વખતે અરજી વખતે અડધો કિલોવોટથી બે કિલોવોટ પ્રમાણે ડિપોઝિટ ભરી હોય છે. સમય જતાં ગ્રાહકોનાં ઘરમાં ઉપકરણો વધતાં ગયાં, પરંતુ વીજભાર વપરાશ જૂના પ્રમાણે બોલે છે, પણ વીજભાર ગ્રાહકને કેમ ખબર પડે વિશે પ્રકાશ પાડતાં શ્રી ઠક્કરે જણાવ્યું કે, દરેકના વીજ  બિલમાં વીજભાર કેટલો છે તે દર્શાવેલું છે. હવે ઘરમાં એક યા બે .સી., ફ્રીઝ, ઇલે. મોટર, ગીઝર વગેરે સાધન જો વપરાતા હોય તો ગ્રાહકે સ્વૈચ્છિક અરજી કરીને જો વપરાશમાં ભારણ વધારી આપે તો વીજતંત્ર દ્વારા જે તે વિસ્તારના ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારી દેવામાં આવે, જેથી  લો-વોલ્ટેજથી મુક્તિ મળી શકે. તેમાંય ઘણા ઘરમાલિક સોલાર રૂફટોપ લગાડી દેતા હોવાથી બિલ મોટા ભાગે મફત થઇ જતાં .સી. નથી ત્યાં પણ .સી. લગાડી દેવામાં આવ્યા હોય છે. ઉનાળામાં દૈનિક લાખો યુનિટમાં વધારો આવી જાય છે, એનો મતલબ છે કે વપરાશ અનેક ગણો વધી ગયો છે. એક અંદાજ પ્રમાણે કચ્છમાં ત્રણ લાખ જેટલા જોડાણોના સ્થળે .સી. લાગેલા છે. પોતાની વીજળીનો વપરાશ અને લોડ કેટલો છે જાહેર કરવાની ફરજ ગ્રાહકની છે. કેમ કે, અરજી કરતી વખતે તેમાં કેટલાં ઉપકરણો વપરાય છે જણાવવામાં આવે છે, તેના આધારે ભારણ નક્કી થાય છે. પાછળથી જો વીજ ઉપકરણો વધી ગયા હોય તો એક અરજી ફોર્મ ભરી પ્રત્યેક કિલોવોટ પ્રમાણે ડિપોઝિટ ભરી દેવાય અને કામ જો બધા ગ્રાહકો કરે તો લો-વોલ્ટેજની સમસ્યામાંથી મુક્તિ મળે છે, એમ તેમણે સમજાવ્યું હતું. ખાસ કરીને બપોરે અને રાતના ભાગમાં કેબલ બળી જવાના, વ્યક્તિગત ઘરોના મીટર બળી જવાની ફરિયાદો રોજ વધી જાય છે, તેનું કારણ ભારવધારો છે. અંગે અધીક્ષક ઇજનેર જૈમિન કસ્ટાને પૂછતાં તેમણે પણ વીજભાર વધારવામાં ગ્રાહકો આગળ નથી આવતા, જેના કારણે અમારી ફરિયાદો વધી જાય છે. સામાન્ય સંજોગોમાં એટલે કે ગરમી સિવાયના દિવસોમાં ભુજ અને અંજારના   લાખ વીજ ગ્રાહકો દ્વારા દૈનિક એક કરોડ વીજ યુનિટનો વપરાશ રહેલો હોય છે.પરંતુ ઉનાળાના દિવસોમાં રોજ 10 લાખ યુનિટનો અચાનક ઉછાળો આવી જાય છે.  ખરેખર ગ્રાહકો બે-ચાર કિલો વોટનો વપરાશ કરતા હોય છે, પરંતુ તેમના જોડાણ વખતે અડધે કિલોવોટ દર્શાવેલું હોય છે. જો ભારવધારાની માગણી કરી દેવામાં આવે તો સામાન્ય ફિક્સ ચાર્જમાં વધારો થાય તો ડિપોઝિટ ભરવી પડે, આવું કરવાથી કાયમી લો-વોલ્ટેજમાંથી મુક્તિ મળતી હોય છે, એમ તેમણે જણાવ્યું હતું. અમારી પાસે માહિતી છે એવા ગ્રાહકોને ભારવધારો કરાવા સાત હજારથી વધારે નોટિસો પણ આપી છે અને જો ચાકિંગ આવે તો ભારણ કરતા વધારે વપરાશ હોય તો દંડ ભરવા પડે છે. બીજી બાજુ હવે નવી સ્માર્ટ મીટર પદ્ધતિ અમલ થવાની હોવાથી મીટર લગાડવાની સાથે આપો આપ બિલમાં ભારવધારાની રકમ વસૂલવાની કાર્યવાહી ચાલતી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang