• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

હમાસે બંધકોને ડ્રગ્સ આપીને છોડયા !

તેલ અવીવ, તા. 6 : ઇઝરાયલનાં સ્વાસ્થ્ય મંત્રાલયે સંસદની એક સમિતિ (નીસેટ) સામે મોટો ખુલાસો કર્યો છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ સમિતિને જણાવ્યું કે, હમાસ દ્વારા મુક્ત કરાયેલા બંધકોને તેમની મુક્તિ પહેલા ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. ખરેખરમાં, આતંકવાદી સંગઠન હમાસ દુનિયાને બતાવવા માગતું હતું કે, તમામ લોકો ફિટ અને ખૂબ ખુશ છે. દરમિયાન, લાલસાગર અને અમેરિકી નૌકાદળ તરફથી એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જે મુજબ અમેરિકા હવે ઈરાન અને તેના સહયોગીઓની ગતિવિધિઓનો સામનો કરવા માટે કેટલાક દેશો સાથે મળીને એક ટાસ્ક ફોર્સ બનાવવા જઈ રહ્યું છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ ઇઝરાયલની સંસદ, નીસેટની સમિતિ સમક્ષ હાજર થયા. સમિતિએ તેમને હમાસની કેદમાંથી મુક્ત કરવામાં આવેલા બંધકો પર પ્રશ્નો પૂછ્યા. આ દરમિયાન અધિકારીઓએ કહ્યું, હમાસે બંધકોને મુક્ત કરતા પહેલાં ડ્રગ્સ આપ્યું હતું. તેનો હેતુ એ હતો કે, જ્યારે આ નશામાં ધૂત લોકો દુનિયાની સામે આવે ત્યારે તેઓ ખુશ દેખાવા જોઈએ. તેનું કારણ એ હતું કે, તેઓને કેદમાં ખતરનાક રીતે ત્રાસ અપાતો હતો. અધિકારીઓએ વધુમાં કહ્યું, અમારી સામે સૌથી મોટો પડકાર એ છે કે, બંધકો ઊંડા આઘાત અથવા ટ્રોમામાં છે અને તેમને છોડાવવા મુશ્કેલ છે. એક અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું કે, તેણે પોતાનાં જીવનમાં આવા કિસ્સા ક્યારેય જોયા નથી. કેટલાક બંધકોનાં નામ પણ સમિતિને જણાવવામાં આવ્યાં હતાં.લાલ સમુદ્રમાં ઈરાન અને તેના સહયોગી હુથી જેવા આતંકવાદી સંગઠનો અમેરિકા અને તેના સહયોગી દેશો માટે ખતરો બની રહ્યા છે. અમેરિકા અને તેના સહયોગી દેશોએ તેનો સામનો કરવા તૈયારીઓ કરી લીધી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ઈરાનની સરકાર અને સેના અમારી સાથે સીધી હરીફાઈ કરવા માગતા નથી. તેણે હુથી જેવા કેટલાક આતંકવાદી સંગઠનોને શત્રો અને અન્ય વસ્તુઓ પ્રદાન કરી છે. આ જૂથો લાલ સમુદ્રમાં અમેરિકા અને તેના સહયોગીઓ માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. હવે આ પડકારનો સામનો કરવા માટે અમેરિકાએ એક પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત અમેરિકા અને તેના સહયોગી દેશોનું નૌકાદળ ટૂંક સમયમાં અહીં પોતાના ખાસ કમાન્ડો અને સર્વેલન્સ એરક્રાફ્ટ તૈનાત કરવા જઈ રહ્યા છે. આ સિવાય ટૂંક સમયમાં એક કોમ્બેટ યુનિટ પણ અહીં પહોંચવાનું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડાને કહ્યું કે, 7 ઓક્ટોબરે ઇઝરાયલે બીજાં વિશ્વયુદ્ધ પછીના સૌથી મોટા નરસંહારને જોયો. આઇએસઆઇએસ અને હિટલર દ્વારા કરવામાં આવેલા અત્યાચાર કરતાં ઇઝરાયલવાસીઓ પર ગુજારવામાં આવેલા અત્યાચારો વધુ ખરાબ હતા. તેમણે કહ્યું કે, હમાસે પરિવારોને જીવતા સળગાવી દીધા, માતા-પિતાની સામે બાળકોનાં માથાં વાઢી નાખ્યાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang