• શનિવાર, 27 જુલાઈ, 2024

દિલ્હી ફરી અપરાધની રાજધાની ; ગુજરાત ચોથે

નવી દિલ્હી, તા. પ : દેશમાં બનતા અપરાધોના વાર્ષિક આંકડાઓ જાહેર થઈ ગયા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ રાજ્યો પાસેથી મળેલા આંકડાઓનાં આધારે વર્ષ 2022 માટે વાર્ષિક અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં જોવા મળે છે કે, પ્રતિ લાખની આબાદી ઉપર દેશમાં ગુનાખોરીનાં પ્રમાણમાં તો ઘટાડો આવ્યો છે પણ બીજીબાજુ સાઇબર ક્રાઇમમાં મોટો વધારો થઈ ગયો છે. વર્ષ 2021ની સરખામણીએ સાઇબર ક્રાઇમમાં 24.4 ટકાનો વધારો થયો છે. તો દેશમાં રાજધાની દિલ્હી ફરી એકવાર અપરાધની રાજધાની સાબિત થઈ છે. ત્યારબાદ કેરળ, હરિયાણા, ગુજરાત અને તામિલનાડુના ક્રમ આવે છે. હત્યા, અપહરણ જેવા અપરાધોની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે. તો મહિલાઓ વિરુદ્ધ ગુનાની સંખ્યામાં 4 ટકાનો વધારો થયો છે તો બાળકો ઉપર અપરાધના આંકડાય ચિંતાજનક છે. તેમાં 8.7 ટકા જેટલો મોટો વધારો થઈ ગયો છે. વર્ષ 2021ના કુલ 60.9 લાખ કેસની સામે 2022માં અપરાધિક કેસ 4.પ ટકા જેટલા ઘટીને પ8.2 લાખ થઈ ગયા હતા. જેમાંથી 3પ.6 લાખ કેસ ભારતીય દંડસંહિતાના અપરાધ હતા. પ્રતિ લાખની વસ્તી ઉપર અપરાધના પ્રમાણમાં દિલ્હી દેશમાં ટોચ ઉપર છે. ત્યાં ગંભીર ગુનાનું પ્રમાણ સૌથી વધુ 1પ18.2 નોંધાયું છે. ત્યારબાદ કેરળમાં 1274.8, હરિયાણામાં 810.4, ગુજરાતમાં 738.9 અને તામિલનાડુમાં 617.2નાં પ્રમાણ સાથે દેશમાં સૌથી ઉપર આવે છે. ઉત્તરપ્રદેશમાં અપરાધનો દર ખૂબ ઓછો 322 અને બંગાળમાં 182.8 નોંધાયો છે. હુમલો, હત્યા, અપહરણ જેવા શારીરિક હુમલા 2021ના 11 લાખથી પ.3 ટકા વધીને 2022માં 11.6 લાખ થઈ ગયા છે. 2022માં દેશમાં કુલ 28પ22 હત્યાઓ થઈ છે અને તે અગાઉનાં વર્ષ કરતાં 2.6 ટકા જેટલી ઓછી છે. અપહરણ અને બળાત્કારના કેસ પ.8 ટકાના વધારા સાથે 1.08 લાખ થયા છે. કુલ 1.1 લાખ પીડિતમાંથી 88,861 મહિલાઓ હતી. 2022માં મહિલાઓ વિરુદ્ધ અપરાધમાં 4 ટકા વધારો થયો છે. મહિલાની પ્રતિ લાખની આબાદી ઉપર અપરાધનો દર 2021માં 64.પ હતો જે 2022માં વધીને 66.4 થયો છે. 2021ની સરખામણીએ 2022માં બાળકો વિરુદ્ધ ગુનામાં 8.7 ટકાનો ચિંતાજનક વધારો થયો છે. જેમાંથી 46 ટકા જેટલા કેસ અપહરણના હતા જ્યારે 39.7 ટકા પોક્સો હેઠળ નોંધાયેલા હતા. છેલ્લાં પાંચ વર્ષના આંકડાઓ દર્શાવે છે કે, ડાબેરી ચરમપંથીઓના હુમલામાં 37 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2018માં આવા કેસ 3પપ હતાં જે ઘટીને 2022માં 224 થઈ ગયા છે. આવા હુમલામાં મૃત્યુ પામેલા પોલીસની સંખ્યામાં પણ 90 ટકાનો ઘટાડો થયો છે. પૂર્વોત્તરમાં વિદ્રોહીઓના હુમલામાં 62 ટકાનો ઘટાડો થયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang