• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

એઆઈની મદદથી યુવા કૌશલ્ય વિકાસ

અમદાવાદ, તા. 19 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વાયબ્રન્ટ ગુજરાત સમિટ -2027 સંદભૅ યુ.એસ. મુલાકાતે ગયેલા ગુજરાત ડેલિગેશનના સભ્યોએ તેમના પ્રવાસના ત્રીજા દિવસે માઈક્રોન અને ગુગલની મૂલાકાત લીધી હતી. તેમણે આ ઉપરાંત પર્પ્લેક્સિટી એઆઈના  સીઈઓ અરાવિંદ શ્રીનીવાસે સાથે વન ટુ વન બેઠક તેમજ સિલીકોન વેલીના ધ ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ  (ટીઆઈઈ)ના સભ્યો સાથે પણ બેઠક યોજી હતી. ગુજરાતના પ્રતિનિધિ મંડળે ગુગલની મૂલાકાત લઈને ત્યાંની ગતિવિધિઓની વિસ્તૃત જાણકારી પણ મેળવી હતી. આ મૂલાકાત દરમિયાન ગુગલના વાઈસ પ્રેસિડેન્ટ ચંદુ થોટાએ ખાસ કરીને યુવા કૌશલ્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ માટે અઈં તાલીમ તેમજ કૃષિમાં પાક પેટર્ન, ક્લાઈમેટ એન્ડ સોઈલ માટે એઆઈના ઉપયોગના ક્ષેત્રોમાં ગુજરાત સાથે કામ કરવામાં ઉત્સુક્તા દર્શાવી હતી. તેમણે ડેટા સિક્યુરિટી માટે ગુગલ વર્કપ્લેસ સુવેરિન એઆઈના ઉપયોગ માટે પણ મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યા હતા. મુખ્યમંત્રીએ પર્પ્લેક્સિટીના સી.ઈ.ઓ. અરાવિંદ શ્રીનિવાસ સાથે જે વન ટુ વન બેઠક યોજી હતી. જેમાં ચર્ચાઓ દરમિયાન ગુજરાતમાં એન્જીન્યરીંગ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પર્પ્લેક્સિટીની પ્રેઝન્સ સ્થાપવાની સંભાવનાઓ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. અરાવિંદ શ્રીનિવાસે ગુજરાતમાં ડેટા સેન્ટર સેટઅપ અથવા ડેવલપર અને પર્પ્લેક્સિટી વચ્ચે હાઈબ્રીડ સેટઅપની દિશામાં પણ રસ દાખવ્યો હતો.

Panchang

dd