નવી દિલ્હી, તા. 19 : ભારતમાં અમેરિકાના
રાજદૂત સર્જિયો ગોરે બુધવારે પાકિસ્તાનને મોટો સંદેશ આપતાં કહ્યંy હતું કે,
જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અહીં આવીને મને બહુ સારું લાગી
રહ્યંy છે. કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા
સાથે શ્રીનગરમાં મુલાકાત કર્યા બાદ ગોરે સંકેત આપ્યો હતો કે, અમેરિકા કાશ્મીર માટે પોતાની પ્રવાસ ચેતવણીની
સમીક્ષા કરી શકે છે. ગોરે કહ્યંy હતું કે, કાશ્મીરમાં
સુરક્ષાની સુધરેલી સ્થિતિથી આ ક્ષેત્રમાં અમેરિકી પ્રવાસીઓના આવવાનો માર્ગ ખોલી દેવો
જોઈએ. અમેરિકી રાજદૂતે જણાવ્યું હતું કે, નવી દિલ્હી અને અહીંની
સરકારે કાશ્મીરને સુરક્ષિત બનાવવા માટે ઉત્તમ પગલાં લીધાં છે, તેવું અમારું માનવું છે. સર્જિયોએ કાશ્મીરના મુખ્યમંત્રી સાથે મુલાકાતની એક
તસવીર શેર કરતાં કહ્યંy હતું કે, આ બેઠક કરીને કાશ્મીરમાં પ્રશાસનની પ્રાથમિકતાઓ
વિશે જાણતાં આનંદ થયો. અમે આર્થિક સહયોગ વધુ મજબૂત કરવા અને એવા અવસરો પેદા કરવાના
ઉપાયો પર ચર્ચા કરી, જેનાથી બંને દેશને લાભ થાય, તેવું તેમણે કહ્યંy હતું્. પત્રકારો સાથે વાત કરતાં પાકિસ્તાનને ઝટકો આપનારાં નિવેદનમાં
અમેરિકાના રાજદૂતે જણાવ્યું હતું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગે છે.