• સોમવાર, 18 મે, 2026

રાજધાની એક્સપ્રેસમાં આગ : 18 ટ્રેન અસરગ્રસ્ત

નવી દિલ્હી, તા. 17 : તિરુવનંતપુરમથી હઝરત નિઝામુદ્દીન જઈ રહેલી રાજધાની એક્સપ્રેસમાં રવિવારે સવારે એક એસી કોચમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. આ બનાવ મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં બન્યો હતો અને આગ એસી કોચ બી-1માં લાગી હતી. ઘટનાથી કોચમાં સવાર યાત્રીઓમાં ડર ફેલાયો હતો. જો કે, રેલવેની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી અને તમામ યાત્રીઓને સુરક્ષિત બહાર લાવવામાં આવ્યા હતા. આ ઘટનાથી દોઢ ડઝન ટ્રેન પ્રભાવિત થઈ હતી અને હજારો યાત્રી પરેશાન થયા હતા.  જાણકારી અનુસાર સવારે 5.15થી 5.30 વાગ્યા વચ્ચે આગ બી-1 કોચના એસએલઆર સાઈડે લાગી હતી.  

Panchang

dd