• સોમવાર, 18 મે, 2026

ગાંધીધામમાં ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 17 : શહેરના સેક્ટર-ચારમાં આવેલા ચર્ચ મેદાન પાસે જાહેરમાં પોતાના મોબાઈલ ઉપર આઈ.પી.એલ. ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને પોલીસે પકડી પાડયો હતો. શહેરનાં સેક્ટર-ચારમાં ચર્ચ ગ્રાઉન્ડ પાસે ગઈકાલે રાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે છાપો માર્યો હતો. અહીંથી સેક્ટર-સાતમાં રહેતા ઈન્દ્રજિતસિંઘ પ્રકાશસિંઘ રાજપૂત નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આ શખ્સ અહીં બેસીને પોતાના મોબાઈલમાં આઈ.પી.એલ. ક્રિકેટની કોલકાતા તથા ગુજરાતની મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. તે આઈસ બુક 777 ડોટકોમ તથા પ્લેસ બેટ 999 ડોટ કોમ ઉપર આઈ.ડી. મેળવી તેમાં ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હતો. તેણે ટેલિગ્રામમાં આવેલી લિન્કના આધારે આ આઈ.ડી. મેળવી હતી. તેની પાસેથી મોબાઈલ તથા રોકડ રૂા. 320 એમ કુલ રૂા. 5320નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. 

Panchang

dd