• સોમવાર, 18 મે, 2026

4 મેચ પોઇન્ટ બચાવ્યા બાદ થાઇલેન્ડ ઓપન ફાઇનલમાં સાત્ત્વિક-ચિરાગની હાર

બેંકોક, તા. 17 : સાત્ત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીનો સંઘર્ષ બાદ થાઇલેન્ડ ઓપન સુપર-પ00 બેડમિન્ટન ટૂર્નામેન્ટના મેન્સ ડબલ્સ ફાઇનલમાં પરાજય થયો હતો. ખિતાબી મુકાબલામાં ભારતીય જોડીએ ચાર ચેમ્પિયનશિપ પોઇન્ટ બચાવ્યા હતા પણ આખરે ઉપવિજેતાથી સંતોષ માનવો પડયો હતો. વિશ્વ ક્રમાંકમાં ચોથા ક્રમની ભારતીય જોડી સામે ઇન્ડોનેશિયાની જોડી રોલી કર્નાંડો અને ડેનિયલ માર્ટિનનો પ3 મિનિટની રમતમા 21-12 અને 2પ-23થી વિજય થયો હતો. સાત્ત્વિક અને ચિરાગ ગયા વર્ષે ચાઇના ઓપન અને હોંગકોંગ ઓપનમાં પણ ઉપવિજેતા રહી હતી. થાઇલેન્ડ ઓપનના ફાઇનલમાં હાર પછી સાત્ત્વિક-ચિરાગે જાહેર કર્યું હતું. આગામી મલેશિયા ઓપનમાં તેઓ ફિટનેસ સમસ્યાને ધ્યાને રાખીને રેસ્ટ લેશે. 

Panchang

dd