ભુજ, તા. 17 : અહીંની યુવતીના ફોટા પાડી
વાયરલ કરવાની ધમકી આપી અનેક વખત દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે આજે માધાપર
પોલીસ મથકે ભુજની ભોગ બનનાર 29 વર્ષીય
યુવતી તરફથી નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી અવીદુર રહેમાન ખત્રી (રહે. એરપોર્ટ રોડ, ભુજ)એ
કેફી પીણું પીવડાવવાના બહાને લઇ જઇ ફોટા પાડી તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી ગત તા.
11/11/24થી 21/3/26 દરમ્યાન અનેક વખત શરીર સંબંધ
બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે દુષ્કર્મ સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી
કાર્યવાહી આદરી છે.