• સોમવાર, 18 મે, 2026

રાજસ્થાનને મળી સતત ત્રીજી હાર

નવી દિલ્હી, તા. 17 : છેલ્લી ઓવરના રોમાંચના અંતે આશુતોષ શર્માના છગ્ગાથી દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ પર પાંચ વિકેટે જીત મેળવી પ્લેઓફની દોડ રોમાંચક બનાવી છે. રાજસ્થાને 20 ઓવરમાં આઠ વિકેટે 193 રન બનાવ્યા બાદ દિલ્હીએ 19.2 ઓવરમાં પાંચ વિકેટે 197 રન સાથે લક્ષ્ય આંબ્યું હતું. રાજસ્થાનની સતત ત્રીજી હાર સાથે તેનો પ્લેઓફમાં પહોંચવાનો ઈંતેજાર લંબાયો છે. જયારે દિલ્હીની આશા જીવંત રહી હતી. દિલ્હીએ શાનદાર શરૂઆત કરી કોઈ વિકેટ ગુમાવ્યા વિના જ 100 રન કર્યા હતા. બંને ઓપનર અભિષેક પોરેલ (31 દડામાં સતત ચોગ્ગા, 1 છગ્ગા સાથે 51) અને કે એલ. રાહુલ (42 દડામાં 1 ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 56) એ સારી શરૂઆત કરાવી હતી. 105 રને પહેલી વિકેટ ગુમાવ્યા બાદ રન રફતાર થોડી ધીમી પડી હતી. જો કે અક્ષર પટેલના 34 (18 દડા) ને બાદ કરતાં બાકીના બેટધર ટકવામાં નિષ્ફળ રહેતાં મેચમાં દડા-રનનું લક્ષ્ય વધ્યું હતું. જો કે છેલ્લે આશુતોષ શર્માએ પાંચ દડામાં 1 ચોગ્ગો, બે છગ્ગાની રમઝટ સાથે 18 અણનમ રન સાથે ટીમને જીત અપાવી હતી. જોફા આર્ચર અને બ્રિજેશ શર્માને 2-2 જયારે દશુન શનાકાને 1 વિકેટ મળી હતી. દિલ્હી કેપિટલ્સ વિરૂધ્ધ પાવર પ્લેમાં આક્રમક શરૂઆત કરી 1 વિકેટે 7પ રન કરનારી રાજસ્થાન રોયલ્સનો બાદમાં નાટકીય ધબડકો થયો હતો અને 30 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આથી રાજસ્થાન રોયલ્સની ઈનિંગ 8 વિકેટે 193 રને અટકી ગઇ હતી. દિલ્હી તરફથી સ્ટાર્કે એક ઓવરમાં 3 વિકેટ સહિત કુલ 4 વિકેટ લીધી હતી. યશસ્વી જયસ્વાલ 12 રને આઉટ થયા પછી વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલે દિલ્હીના બોલરો સામે હલ્લાબોલ કરીને બીજી વિકેટમાં 34 દડામાં 70 રનની તોફાની ભાગીદારી કરી હતી. વૈભવ 21 દડામાં પ ચોગ્ગા-3 છગ્ગાથી 46 રનની સટાસટી કરી આઉટ થયો હતો. આ પછી કપ્તાન રિયાન પરાગ અને જુરેલ વચ્ચે ત્રીજી વિકેટમાં 41 દડામાં 72 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. પરાગ 26 દડામાં 3 ચોગ્ગા-પ છગ્ગાથી પ1 રને આઉટ થયો હતો અને આ સાથે રાજસ્થાનની ઈનિંગ ફસકી પડી હતી. ફરેરા ઝીરોમાં, રવિ સિંહ 4, સૌરભ દૂબે પ, શનાકા 10 રને આઉટ થયા હતા. જુરેલ આખરી ઓવરમાં બાવન રન કરી આઉટ થયો હતો. આથી રાજસ્થાનના 8 વિકેટે 193 રન બન્યા હતા. એનગિડી અને માધવ તિવારીને 2-2 વિકેટ મળી હતી. 

Panchang

dd