લંડન તા.17 : એન્ટોની સેમેન્યોના ચમત્કારિક
ગોલની મદદથી માંચેસ્ટર સિટી એફએ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટના ફાઇનલમાં ચેલ્સીને 1-0થી હાર આપીને ચેમ્પિયન બની
છે. આ ટૂર્નામેન્ટના 1પપ વર્ષના
ઇતિહાસમાં એન્ટોની સેમેન્યોનો ગોલ સર્વકાલિન મહાન પૈકીનો એક માનવામાં આવી રહ્યો છે.
ફોરવર્ડ ખેલાડી સેમેન્યોએ શાનદાર બેક હીલથી ગોલ કરીને માંચેસ્ટર સિટીને એફએ કપનો ખિતાબ
અપાવ્યો હતો. તેણે ફાઇનલ મુકાબલાની 72મી મિનિટે અર્લિંગ હાલાંડના ક્રોસ પર સેમેન્યોએ અદભૂત કૌશલ પ્રદર્શન
કરીને એડીની મદદથી બોલની દીશા બદલી હતી જે ચેલ્સીના ગોલકીપર રોબર્ટ સાંચેજને થાપ આપીને
ગોલપોસ્ટની અંદર ચાલ્યો ગયો હતો. માંચેસ્ટર સિટી આ જીતની સીઝનમાં ટ્રોફીની હેટ્રિક
નજીક છે. અગાઉ તેણે ઇંગ્લીશ લીગ કપ જીત્યો હતો અને પ્રીમિયર લીગમાં બીજા સ્થાને છે.
એએફ કપ ટ્રોફી માંચેસ્ટર સિટી ટીમે 3પમી વખત જીતી છે.