• સોમવાર, 18 મે, 2026

ભુખી ડેમ પાસે અકસ્માતમાં યુવાનનું મોત

ભુજ/ગાંધીધામ, તા. 17 : ગઈકાલે બાઈકથી દેવીસરથી ભુજ આવવા નીકળેલા ભુજના 43 વર્ષીય યુવાન હરીમાન રામકિંકર તિવારીનું ભીમસર ભુખી ડેમ બાજુ ટ્રેઈલર સાથે અકસ્માત થતાં મોત નીપજ્યું હતું જ્યારે ભચાઉ તાલુકાના નાની ચીરઈ ગામમાં કુમકુમબેન કરણ પરમાર (ઉ.વ. 25) નામના પરિણીતાએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું તેમજ સામખિયાળીમાં શુકન પરમેશ્વર ભુઈયા (ઉ.વ. 48)એ ફાંસો ખાઈ જીવ દીધો હતો. શ્યોર સિક્યુરિટી એજન્સીમાં કામ કરતો અને ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતો હરીમાન ગઈકાલે તા. 16/5ના સાંજે નખત્રાણાના દેવીસરથી બાઈક નં. જી. જે. 01 વાયએ 1945 લઈને ભુજ આવી રહ્યો હતો અને સાંજે 5.30 વાગ્યાના અરસામાં ભીમસર ભુખી ડેમ બાજુ માર્ગ પર ટ્રેઈલર નં. જી.જે. 12 બીઝેડ 9678 સાથે અકસ્માત થતાં તેનું મૃત્યુ થયું હતું. સાથી કર્મચારી મિત્ર નવીનકુમાર દરજી હરીમાનને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતા રાત્રે ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવી હતી. બીજી તરફ નાની ચીરઈમાં રહેનાર કુમકુમબેન પરમાર ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા દરમ્યાન અગમ્ય કારણોસર તેમણે છતના એંગલમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પાંચ વર્ષનો લગ્નગાળો ધરાવનાર અપરિણીતાએ કેવા કારણોસર અંતિમ પગલુંભર્યું હશે તેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.  વધુ એક અપમૃત્યુનો બનાવ સામખિયાળી સ્થિત ઈલેકટ્રોથર્મ કંપનીની શ્રમિક વસાહતમાં બન્યો હતો. અહીં મકાન નંબર 107માં રહેનાર શુકન ભુઈયા નામના આધેડે ગઈકાલે સવારે ફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધું હતું. નાવ પછવાડેના કારણો જાણવા અગત્યની તપાસ પોલીસે હાથ ધરી છે.  

Panchang

dd