• સોમવાર, 18 મે, 2026

એન્ટાર્કટિકા મહાદ્વીપ સાથે જોડાયેલું હતું ભારત !

નવી દિલ્હી, તા. 17 : આંધ્ર પ્રદેશ અથવા ઓરિસ્સાના સુંદર ઘાટ ઉપર ફરતા અચાનક જ સામે બંગાળની ખાડીને બદલે એન્ટાર્કટિકાના વિશાળ બરફના પહાડ આવે તો ? વર્તમાન સમયે ભલે આ વાત કોઈ ફિલ્મી કલ્પના લાગે પણ કરોડો વર્ષ પહેલાં ધરતીનો ભૂગોળ હૂબહૂ આવો જ હતો. દશકોથી દુનિયાભરના ભૂસ્તરશાત્રીઓ ધરતી અને મહાદ્વીપોના નક્શાને જોઈને અનુમાન લગાડી રહ્યા હતા કે ભારત અને એન્ટાર્કટિકા એક સમયે જોડાયેલા હતા. હવે ભારતીય વૈજ્ઞાનિકોને આંધ્ર પ્રદેશમાંથી એક નક્કર પુરાવો મળ્યો છે. જેણે અનુમાન ઉપર મહોર મારી છે. એમ એક અહેવાલમાં દાવો કરાયો છે. રિપોર્ટ મુજબ નવી શોધથી સાબિત થાય છે કે ભારત અને એન્ટાર્કટિકા એક સમયે ભૌતિક રીતે જોડાયેલા હતા અને એક વિશાળ પર્વતમાળા બનાવતા હતા. જેને રેનર પૂર્વી ઘાટ ઓરોઝેન નામથી ઓળખવામાં આવતી હતી. રેનર પ્રાંત વર્તમાન સમયે પૂર્વી એન્ટાર્કટિકામાં છે. શોધકર્તાઓએ જાણ્યું છે કે આ બન્ને ક્ષેત્રના પહાડોની ઉંમર, રસાયણિક નિશાન અને ખનિજ સંરચના એક જેવા છે. તેણે ઈતિહાસના ત્રણ તબક્કાને પાર કર્યા છે. જેનાથી નક્કર પુરાવો મળે છે કે પૂર્વ ભારત અને પૂર્વી એન્ટાર્કટિકા લાખો વર્ષ પહેલાં જોડાયેલા હતા.આ શોધની ટીમમાં પ્રેસિડેન્સી યુનિવર્સિટી, કોલકાતાના શુભદીપ રોય, શંકર બોસ, સાયંતિકા ઘોષ, સ્નેહરા મુખરજી, નિલંજના સરકાર અને જે અમલ દેવ, ક્વિન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ઓસ્ટ્રેલિયા, નેશનલ સેન્ટર ફોર અર્થ સાયન્સ-તિરુવનંતપુરમ અને કોરિયા પોલર રિસર્ચ ઇન્સ્ટિટયૂટના શોધકર્તાઓ સામેલ થયા હતા. શોધકર્તાઓ દ્વારા ગ્રેનુલાઇટ્સ નામના પથ્થરોનો અભ્યાસ કર્યો હતો. જે પૃથ્વીમાં અત્યાધિક ગરમી અને દબાણમાં બને છે.  પ્રેસિડેન્સી યુનિવર્સિટીના ડો. શંકર બોસે કહ્યું હતું કે ટીમે આંધ્ર પ્રદેશમાં જિરકોન, ગાર્નેટ અને મોનાજાઇટ જેવા ખનિજો ઉપર શોધ કરી હતી. તેના ઉપરથી એક વિસ્તૃત ટાઇમલાઇન સેટ થઈ શકી હતી અને કરોડો વર્ષ પહેલાં શું થયું હતું તેની જાણકારી મળી હતી.  

Panchang

dd