• સોમવાર, 18 મે, 2026

કુંદરોડી હત્યા કેસમાં આરોપીઓ નિર્દોષ

ભુજ, તા. 17 : વર્ષ 2022માં મુંદરા તાલુકાના કુંદરોડીના બસ સ્ટેશન પાસે બોલેરો ગાડીમાં નુકસાનની આડમાં મોખા ગામના શંભુભાઈ રાઘુભાઈ મરંડ (આહીર) ઉપર ત્રણ આરોપીઓએ જીવલેણ હુમલો કરતા તેનું મૃત્યુ થયું હતું. આ હત્યા કેસમાં ત્રણે આરોપીને કોર્ટે નિર્દોષ ઠરાવ્યા છે. આ કેસમાં આરોપી કિરીટસિંહ જાડેજા, જગદીશસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા (રહે. તમામ કુંદરોડી) વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયા બાદ અટક અને ચાર્જસીટ દાખલ થયા બાદ આ કેસ અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ કામે મહત્વના પંચ સાહેદોએ ફરિયાદ પક્ષના કેસને સમર્થન ન કરતા તેમજ સાંયોગિક પુરાવા પણ મદદરૂપ ન થતા આરોપીઓને નિર્દોષ છોડી મુકવા આરોપી પક્ષેથી રજૂઆત થઈ હતી. બન્ને પક્ષોની દલીલો બાદ કોર્ટે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો. - ભુજ : જમીન પચાવી પાડવામાં આરોપીના આગોતરા મંજૂર : ભુજની રેવન્યુ સર્વે નં. 789 પૈકી 1 તથા સર્વે નં. 789 પૈકી 2 વાળી જમીન પચાવી પાડી તેની ઉપર ગેરકાયદે કબજો કરી, જમીનમાં પ્રવેશ કરવા ન દઈ અને જમીન ખાલી કરાવા રૂપિયા નહીં આપો તો તમને તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી તેમજ ખોટા માદક પદાર્થના કેસમાં ફસાવી દેવાની ધમકી ફરિયાદી ભગવતી પ્રસાદ શશીકાંતભાઈ દવેએ આરોપી રાણુભા શિવુભા જાડેજા સામે દાખલ કરાવતા આરોપીએ આગોતરા જામીનની અરજ કરતા ભુજની અધિક સેશન્સ અદાલતે આગોતરા જામીન મંજૂર કર્યા છે. ઉપરોક્ત બન્ને હત્યા અને આગોતરા જામીન કેસમાં આરોપીઓના એડવોકેટ તરીકે આર.એસ. ગઢવી, વીનીત જી. ચૌધરી, વિશ્વા એન. પરમાર, શિવમ બી. સોલંકી હાજર રહ્યા હતા. - ગાંધીધામ : તોડફોડ અંતર્ગત થયેલી અરજી રદ : ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટીએ સાંઈરામ પ્રોકોન પ્રાઈવેટ લિ.એ મકાનમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું છે અને જીડીએ આપેલી પરવાનગી વિરુદ્ધનો બાંધકામ કર્યાનું જણાવી તા. 28/5/2020વાળી કારણ દર્શક નોટિસ ઈસ્યુ થયા બાદ તા. 19/6/2020ના ડિમોલ્યુશન ઓર્ડર ઈશ્યુ કરી ગેરકાયદેસર બાંધકામ તોડવા હુકમ ફરમાવ્યો જેનો સામાવાળાએ તેનો પાલન ન કરતા પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ ભુજ સમક્ષ બોર્ડ રેફરન્સ દાખલ કરી ડિમોલ્યુશન ઓર્ડર કન્ફર્મ કરાવવા અરજી કરી હતી. સામાવાળાના વકીલ વી.પી. આલવાણી એવી તકરાર લીધી કે જીડીએ કાયદાની કલમ -11 મુજબ મિલકતના માલિક અને કબજેદારોને જીડીએ નોટિસ આપી નથી જેથી જીડીએ આપેલી કારણ દર્શક નોટિસ અને ડિમોલ્યુશન ઓર્ડર ગેરકાયદેસર બને છે જેથી જીડીએ દાખલ કરેલ કેસ રદ ફરમાવવા રજૂઆત કરી ડિસ્ટ્રિક્ટ જજ (ભુજ) પક્ષોને સાંભળ્યા બાદ મેરિટમાં ગયા વગર જીડીએ દાખલ કરી રેફરન્સ રદ કરેલ અને જીડીએ ફરીથી માલિક અને કબજેદાર વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે તેવું જણાવી રેફ. રદ કરવામાં આવ્યો સામાવાળા સાંઈરામ પ્રોકોન લિ. વતી એડવોકેટ વી.પી. આલવાણી, વિશાલ કાનાન, વિવેકસિંહ જાડેજા હાજર રહ્યા હતા. - દસ્તાવેજ રદ કરવાની અપીલ રદ : ભુજ તાલુકાના ફોટડીના ગામતળનો પ્લોટ નં. 2વાળી 1995ની સાલે ધનબાઈ લાલજી હીરાણીએ રજિસ્ટર્ડ દસ્તાવેજથી ખરીદ્યો હતો. વેચનાર મેઘબાઈ કાનજી પટેલના અવસાન પછકી તેમની પુત્રવધુ નાનબાઈ રવજી હીરાણીએ દસ્તાવેજ રદ કરાવવાનો દાવો કરતા નીચેની કોર્ટ, ભુજમાં દાવો રદ થતાં તેમના હુકમ ઉપર પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ ભુજની કોર્ટમાં સિવિલ અપીલ કરી હતી. અપીલ ચાલીને નિકાલ થતાં અપીલ નામંજુર કરી નીચેની કોર્ટનો હુકમ કન્ફર્મ રાખવામાં આવ્યો છે. ધનબાઈ હીરાણીનો ખરીદીનો દસ્તાવેજ કાયમ રાખી કાયદેસરનો ઠરાવવામાં આવ્યો છે. ધનબાઈ તરફે સિનિયર ધારાશાત્રી ભરતભાઈ વી. શેઠ અને નીતિનભાઈ આર. ઠક્કર હાજર રહ્યા હતા. 

Panchang

dd