• સોમવાર, 18 મે, 2026

દયાપર પેટ્રોલ પમ્પ પર ડીઝલ માટે વાહનોની લાંબી કતાર

દયાપર (તા. લખપત), તા. 17 : છેવાડાના લખપત તાલુકામાં ડીઝલ-પેટ્રોલનો જથ્થો ઓછો મળતા વાહનચાલકો, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અને દયાપર ખાતે પેટ્રોલ પમ્પની બન્ને બાજુ 1 કિ.મી. લાંબી વાહનનોની કતાર મોટેભાગે રોજે રોજ જોવા મળે છે. તાલુકામાં 6 પેટ્રોલ પમ્પ કાર્યરત છે. પરંતુ પેટ્રોલ પમ્પ કાર્યરત છે. પરંતુ પેટ્રોલ પમ્પના માલિકોના કહેવા મુજબ અધિકારીઓ પેટ્રોલ આપશે કે નહીં તેવો ફોન પણ ઉપાડતા નથી. પાંચ-પાંચ હાજર લીટર પેટ્રોલ-ડીઝલ ત્રીજા-ચોથા દિવસે આવે જે બે કલાકમાં પુરુ થઈ જાય છે. હિતેશ પટેલ અને જયપાલસિંહ જાડેજાએ તો ખેડૂતો સવારના કતારમાં આવી ઊભા રહી જાય છે તેવું કહ્યું હતું. મોટી કંપનીઓને ડાયરેક્ટ સસ્તું ડીઝલ મળતું હતું તે પણ બંધ થતાં પેટ્રોલ પમ્પ પર ડીઝલ ભરાવવા આવે છે. ખેડૂતોના 7/12 જોઈ 200 લીટર ડીઝલ આપવાનું છે. પરંતુ અહીં આવ્યાની સાથે ડીઝલનો જથ્થો પૂરો થઈ જાય છે. છેક નરા વિસ્તારના ખેડૂતો ડીઝલ માટે દયાપર આવે છે. કેરબામાં આપવાની મનાઈ છે. તેથી વાહનોની કતાર લાગે છે. કચ્છના અન્ય પેટ્રોલ પમ્પ પર જતો જથ્થોની સરખામણીમાં લખપત તાલુકાને ઓછો જથ્થો મળતાં વાહન ચાલકો, ડમ્પર માલિકો, ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. 

Panchang

dd