• સોમવાર, 18 મે, 2026

પ્લેઓફ પ્રવેશ માટે સનરાઈઝર્સે આજે મરણિયો દેખાવ કરવો પડશે

ચેન્નાઇ, તા.17 : અત્યાર સુધીના મોટાભાગની મેચમાં પોતાની બેટિંગના બળે જીત હાંસલ કરનાર ચેન્નાઇ સુપર કિંગ્સની સોમવારની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુકાબલો થશે. પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે બન્ને ટીમ માટે આ મેચ ઘણી મહત્ત્વની છે. જો કે સીએસકેની તુલનામાં એસઆરએચની સ્થિતિ વધુ સારી છે. તેના ખાતામાં 12 મેચમાં 7 જીતથી 14 અંક છે અને હાલ પોઇન્ટ ટેબલ પર ત્રીજા ક્રમે છે જ્યારે સીએસકે પાસે 12 મેચમાં 6 વિજયથી 12 અંક છે અને 6 નંબર પર છે. સીએસકે માટે હવે બાકીની બે મેચ કરો યા મરો સમાન છે. પાછલા મેચમાં લખનઉ સામેની કારમી હારથી તેનો નેટ રન રેટ પણ બગડી ગયો છે. સીએસકેના ટોપ ઓર્ડર બેટર જ્યારે પણ સારો દેખાવ કરે છે ત્યારે ટીમને જીત મળે છે. આથી ટીમને સનરાઇઝર્સ સામેના મેચમાં સંજૂ સેમસન, કપ્તાન ઋતુરાજ ગાયકવાડ, ઉર્વિલ પટેલ અને કાર્તિક શર્મા પાસેથી સારા દેખાવની આશા રહેશે. બીજી તરફ સનરાઇઝર્સ ટીમ માટે પણ પાછલી મેચ દુ:સ્વપ્ન સમાન રહ્યો હતો. ગુજરાત ટાઇટન્સના 169 રન સામે આખી ટીમ 86 રનમાં ઓલઆઉટ થઈ હતી. આ માટે તેના ફટકાબાજોએ ફરી એકવાર પાવર હિટિંગ કરવું પડશે. સનરાઇઝર્સને હેડ, અભિષેક, ઇશાન કલાસેન પાસેથી સારી ઈનિંગની આશા રહેશે. 

Panchang

dd