• બુધવાર, 24 એપ્રિલ, 2024

પર્યાવરણનું જતન એ જ માનવ સમાજનું ભાવિ ઘડી શકશે

કોડાય (તા. માંડવી), તા. 31 : તાલુકાના નવા 39 ચેકડેમ અને 31 નવા રિચાર્જ વેલનું કામ રૂા. આઠ કરોડના ખર્ચે થવાનું છે તેમજ ગ્લોબલ કચ્છ અને કચ્છમિત્ર દ્વારા રૂકમાવતી નદીમાં નવા ચાર રિચાર્જ બોરવેલનું પણ શુભારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેના હસ્તે મદનપુરાથી કરાયું હતું. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય બાદ મંચસ્થોનું સન્માન ગામ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ ભીમ અગિયારસના સનાતન ધર્મમાં જળ સંગ્રહનો વિશેષ મહિમાં બતાવવામાં આવ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇની ડબલ એન્જિનની સરકારમાં સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે અને યોગાનું યોગ આજે મદનપુરા ખાતેથી 75 જળસંચયનાં કામોનો શુભારંભ થઇ રહ્યો છે. સનાતન ધર્મએ સૌને પર્યાવરણના જતન માટે સતત પ્રેરણા આપી છે. ચારણ સમાજની આઇ સોનલમા શતાબ્દી વર્ષ નિમિત્તે સોનલ સરોવરની પહેલને ખાસ બિરદાવી હતી અને સૌને જળ સંગ્રહ તેમજ પર્યાવરણના કાર્યો કરવા માટે અપીલ કરી હતી. જિલ્લા પંચાયત દ્વારા વિવિધ ગામડાંઓમાં જળસંચયનાં કામો જે મંજૂર થયા છે તેનો ઉલ્લેખ કર્યો હતો. સ્વાગત પ્રવચન ગામના આગેવાન અમૂલભાઇ દેઢિયાએ કરી આ વિસ્તારમાં જળના તળ ઊંચા આવે અને ખેતી સમૃદ્ધ બને તે માટે વિજયસાગર બેનું નિર્માણ થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. જિ.પં.ના કા. ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવીએ પાણી બચાવવા સૌને જાગૃત બનવું પડશે અને સરકાર પણ સતત આ વિષય માટે ચિંતિત છે અને પર્યાવરણપ્રેમી ધારાસભ્યના કાર્યકાળમાં આ વિસ્તારમાં જળનાં સ્તર ઊંચાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. પાણી સંગ્રહ માટે બહોળું યોગદાન આપનાર અમલા, રૂહિયા (પાણીવાળી માતા)એ કચ્છમાં પાણી માટેનાં બહોળા કાર્યો થાય અને તેમાં સહયોગી બનવાની નેમ વ્યક્ત કરી આકાર ચેરિ. ટ્રસ્ટના સેવાકાર્યોની માહિતી આપી હતી. બંસીધર રાવએ કચ્છમિત્ર અને ગ્લોબલ, સુખનું સરનામુંનાં કાર્યો સરકારના સહયોગથી થાય છે જેને બિરદાવ્યા હતાં. ધીરજભાઇ છેડા (એકલવીર)એ કચ્છ માટે જળની મહત્ત્વતા સમજાવી આકાર ચેરિ. ટ્રસ્ટ દ્વારા જળસંચય માટેના સહયોગની માહિતી આપી હતી. જિ.પં. સદસ્યા ગંગાબેન સેંઘાણી, તા.ભા. પ્રમુખ સુરેશભાઇ સંગાર, તા.પં. પ્રમુખ નીલેશ મહેશ્વરી સહિતનાઓએ ધારાસભ્ય અને સરકાર દ્વારા કાંઠાળ પટ્ટામાં જળ સંગ્રહના ભગીરથ કાર્ય બદલ ભાવી ઉજ્જવળ બનશે તેવું જણાવ્યું હતું. મંચસ્થ જિ.પં.ન્યા.સ. ચેરમેન કેશવજીભાઇ રોશિયા, ધનજીભાઇ આહીર (સિંચાઇ જિ.પં.), મામલતદાર માધુ પ્રજાપતિ, કેશુ પારસિયા, હરેશ રંગાણી, રાણશીભાઇ ગઢવી (કોડાય), વિરમ ગઢવી (જિ.પં.), વિશાલ ગઢવી (કાર્યપાલક, સિંચાઇ), સામત ગઢવી (પાંચોટિયા), બટુકસિંહ જાડેજા, કેશુભાઇ પારસિયા, રાકેશ રાઠવા, કેવલ ગઢવી સહિતનું સન્માન ગ્રામજનો દ્વારા કરાયું હતું. શ્રી દવેનો વિવિધ સમાજ અને ખેડૂત આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં વિશ્વ તમાકુ નિષેધ દિને કોડાય પ્રા. આરોગ્ય કેન્દ્ર અને હેલ્પ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા વ્યસનમુક્તિની સંયુક્ત પ્રતિજ્ઞા લેવડાવાઇ હતી. અનિરુદ્ધભાઇએ પણ તમાકુ નહીં લેવાની પ્રતિજ્ઞા કરી અન્યોને પણ વ્યસનમુક્ત બનવા અપીલ કરી હતી અને ધારાસભ્યએ પ્રેરણારૂપ બની જાહેર મંચ પરથી વ્યસનમુક્ત બનવાનો કોલ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સમયમાં મદનપુરા (કોડાય) ગામની સીમમાં મૂળ મદનપુરા હાલે મુંબઇથી આવીને શાંતિભાઇ રૂડાણીએ ત્રણ ચેક ડેમ 13 કરોડ લિટર સંગ્રહ શક્તિના સ્વખર્ચે બનાવી અપાયા છે. આ પ્રસંગે દેવાંગભાઇ સાખરા, દેવાંધભાઇ ગઢવી (જળ અભિયાન), ખીમરાજ ગઢવી, સન્મુખસિંહ જાડેજા, સરપંચ સંગઠનના પ્રમુખ કનુભા જાડેજા, શિવજી સંગાર, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રગિરિ ગોસ્વામી (પ્રમુખ, બક્ષીપંચ મોરચો), અરવિંદ ગોહિલ, કીર્તિ ગોર, પંકજ ગોર, કિશોર ગઢવી, એસ.વી. પટેલ, હેમલતાબેન રામજિયાણી, મંજુલાબેન સીજુ, વિરલ જોશી, હંસાબેન અરવિંદ રામજિયાણી (મનદપુરા), રમણીક સેંઘાણી, મુકેશ જોશી, ગોપાલ ગઢવી, વિજય ચૌહાણ, કીર્તિ ગોર, મિત સચદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  સમગ્ર વ્યવસ્થા અરવિંદ રામજિયાણી, રમેશ લાલજી, કાનજી ખીમાણી (પૂર્વ સરપંચ), માવજી પટેલ, મનીષભાઇ ભગત, વિજય ગાલા, માવજી કાનજી, વાછિયા ગઢવી, જેન્તી પારસિયા, શિવગણ માવાણી, કેતન શિયાણી તેમજ ગામના યુવક મંડળે સંભાળી હતી. સંચાલન સુરેશભાઇ જોશી અને આભારવિધિ અગ્રણી ગંગદાસ પટેલે કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang