ગાંધીધામ, તો 31 : સમુદ્રી વ્યાપારમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે શિપિંગ ક્ષેત્રમાં ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટે
વિશ્વ સાથે ભારત સરકાર દ્વારા ત્રણ મહાબંદરોને ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે વિકસાવવામાં
આવ્યા છે. ત્રણ પૈકી દિનદયાલ પોર્ટ ઓથોરીટી
દ્વારા હાઈડ્રોજન ઉત્પાદન ક્ષેત્રે તેજ ગતિએ
કાર્ય આદર્યું. આજે કંડલા બંદર ખાતે દેશમાં
પ્રથમ વખત મેક ઈન ઈંન્ડીયા ટેકનોલોજી સાથેનો
પ્લાન્ટ કાર્યરત થયો હતો. કેન્દ્રીય
શિપિંગ મત્રી સર્વાનંદ સોનોવાલ દ્વારા વર્ચ્યુઅલી આ પ્લાન્ટનું ઉદઘાટન કરાયું હતું. તેમણે દિનદયાલ પોર્ટની કાર્યક્ષમતાને બીરદાવી હતી. સંબોધન
કરતા શિપિંગ મંત્રીએ પ્રોજેકટની ઝડપી અમલવારીને
બીરદાવતા કહ્યું હતું કે 26 મે. 2025ના વડાપ્રધાન દ્વારા 10 મેગાવોટના હાઈડ્રોજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ હતું. માત્ર
ચાર મહીનાના ગાળામાં આ પ્રકલ્પ પૈકી એક મેગાવોટ એકમ કાર્યરત
કરાયું છે. આ બાબત ગ્રીન હાઈડ્રોજન ઉદ્યોગ માટે નોંધપાત્ર સિધ્ધી હોવાનું કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે મેક ઈન ઈન્ડીયા આધારીત સુવિધા કાર્યરત કરનાર દિનદયાલ
પોર્ટ દેશનું પ્રથમ મહાબંદર બન્યું છે. દર વર્ષે
અંદાજે 140 મીલીયન મેટ્રીક ટન ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન થશે. આ પહેલ સમુદ્રી વ્યાપારમાં ડી કાર્બનાઈઝેશન
માટે મહત્વપુર્ણ હોવાનું અને ભારતને સસ્ટેનેબલ પોર્ટ ઓપરેશનમાં વૈશ્વિક સ્તરે નેતૃત્વ
અપાવતું હોવાની લાગણી શિપિંગ મંત્રીએ વ્યકત કરી હતી. તેમણે દિનદયાળ પોર્ટ ઓથોરીટી ના ચેરમેન અને એલ.એન્ડ ટીની ટીમને આ સફળ પ્રકલ્પ
માટે અભિનંદન પાઠવ્યા હતાં. ડી.પી.એની ગ્રીન પહેલને પણ શિપિંગ મંત્રીએ બીરદાવી હતી. તેમણે કહ્યું
હતું કે ભારતની પહેલી મેક ઈન ઈન્ડીયા ઓલ ઈલેકટ્રીક ગ્રીન ટગ પોર્ટ ખાતે સામેલ છે. આ ગ્રીન ટગને ભારતીય ઈજનેરો દ્રા સંપર્ણ પણે વિકસાવાયેલા આત્મ નિર્ભર અને ભવિષ્યના હાઈડ્રોજન ઈકોસીસ્ટમને
તેમણે બીરદાવી ડીપીએની આ પહેલ દેશના અન્ય મહાબંદરો માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું. ભારતના સમુદ્રી ક્ષેત્રને વધુ હરીત અને ટકાઉ બનાવવાના માર્ગમાં દિનદયાળ પોર્ટ ઓથોરીટી નેતૃત્વ કરી રહી હોવાની લાગણી
તેમણે વ્યકત કરી હતી. ડીપી.એ અને એન.જી.ટી વચ્ચે થયેલા કરાર મુજબ એન.જી.ટી દ્વારા 11 હાઈડ્રોજન બસ પોર્ટ પ્રશાસનને ફાળવવામા આવશે. આ એક મેઘાવોટ
પ્લાન્ટમાં ઉત્પાદિત હાઈડ્રોજન બસમાં ભરવામાં
આવશે. આ 1 મેગાવોટનો પ્લાન્ટ ડેમોન્સટ્રેશન પ્લાન્ટ
છે અને ભવિષ્યમાં મોટા પાયે ઉત્પાદન શરૂ કરવા માટે કઈ રીતે કામગીરી કરવી તેનો અભ્યાસ
આ પ્લાન્ટના માધ્યમથી કરવામાં આવશે. અત્રે
ઉલ્લેખનીય છે કે આ પ્લાન્ટમાં થી પ્રતિ કલાક 1800 કીલો હાઈડ્રોજન ઉત્પાદન થશે. આ એકમ કાર્યરત
થવાની સાથે પોર્ટના વિકાસની યાત્રામાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. આ વેળાએ પોર્ટના ચેરમેન સુશિલકુમાર સિંઘ ,વિવિધ
વિભાગના વહીવટી વડાઓ , અધિકારીઓ, પોર્ટ વપરાશકારો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.