વોશિંગ્ટન, તા. 7 : ટેસ્લાના સીઇઓ એલન મસ્ક ડોનાલ્ડ
ટ્રમ્પ સાથેના તેમના ઝઘડાનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ? તેમનું તાજેતરનું પગલું આ દિશામાં ઇશારો કરી
રહ્યું છે. હકીકતમાં, મસ્કે એપ્સટેઈન ફાઇલો અને કેટલીક અન્ય ભૂતપૂર્વ
પોસ્ટ્સ કાઢી નાખી છે, જે ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ દર્શાવતી હતી.
એ પોસ્ટમાં ટ્રમ્પ યૌન શોષણમાં સામેલ હોવાની વાત હતી. ગુરુવારે જાહેરમાં મસ્ક અને ટ્રમ્પ
વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી, જે દરમિયાન એક નામ સામે આવ્યું,
જેણે રાષ્ટ્રપતિને મુશ્કેલીમાં મૂકી દીધા. આ નામ જેફરી એપસ્ટેઇનનું હતું.
ટેસ્લાના સીઇઓએ આરોપ લગાવ્યો હતો કે, કેસ સંબંધિત ફાઇલો ક્યારેય
જાહેર કરવામાં આવી ન હતી. કારણ કે, તેમાં ટ્રમ્પનું નામ હતું.
જો કે, હવે મસ્કે તે પોસ્ટ દૂર કરી દીધી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો
કે, ટ્રમ્પનું નામ એપસ્ટેઇન ફાઇલોમાં છે. અગાઉ, બે દિવસ પહેલાં મસ્કે દાવો કરતાં કહ્યું હતું કે, હું
આ મામલામાં મોટો ખુલાસો કરીશ. પોલિટિકોના અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસના સહાયકો એ પણ સુનિશ્ચિત
કરવા માટે કામ કરી રહ્યા છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ટેસ્લાના સીઇઓ
મસ્ક પ્રત્યેની તેમની જાહેર ટીકાને ઓછી કરે. અગાઉ, મસ્કે વિવાદને
વધુ વધાર્યો હતો. તેમણે કહ્યું હતું કે, `મારા વિના ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત, ડેમોક્રેટ્સ હાઉસ પર નિયંત્રણ રાખતા અને રિપબ્લિકન
સેનેટમાં 51-49 મત ધરાવતા
હોત.' મસ્કની ટીકાનો જવાબ આપતાં ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ
સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, `મને કોઇ વાંધો નથી કે એલન મારી વિરુદ્ધ થઇ ગયો છે, પરંતુ તેણે મહિનાઓ પહેલાં આવું કરવું જોઇતું
હતું.' એક સમયે નજીકના રાજકીય ભાગીદાર રહેલા બંને વચ્ચેના સંબંધોમાં
તાજેતરમાં મોટો ફેરફાર થયો છે. મસ્ક અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પની કેબિનેટ બેઠકોમાં હાજરી
આપી ચૂક્યા છે અને રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજર રહ્યા હતા. તેમને સરકારી
કાર્યક્ષમતા વિભાગના વડા તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ટ્રમ્પ માટે સક્રિયપણે
પ્રચાર કર્યો હતો.