• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

ગુજરાત સરકારની અરજી ફગાવતી સુપ્રીમ

નવી દિલ્હી, તા. 26 : બિલ્કિશ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે બળાત્કાર અને હત્યાના 11 દોષિતને વહેલી જેલમુક્તિની છૂટ રદ કરવાના આદેશના અમુક ચોક્કસ નિરીક્ષણોની સમીક્ષાની માગણી કરતી ગુજરાત સરકારની અરજી ફગાવી દીધી  છે. ગુજરાત સરકાર દ્વારા 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના આદેશમાં રાજ્ય વિરુદ્ધ કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ સામે સર્વોચ્ચ અદાલતના દરવાજે ટકોરા મારવામાં આવેલા, જેમાં સુપ્રીમ કોર્ટે નિર્ણય કરતા અરજી કાઢી નાખી છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઈજ્જલ ભુઈયાની પીઠે કહ્યું હતું કે, સમીક્ષા અરજીઓમાં જે આદેશને પડકારવામાં આવ્યો છે અને તેની સાથે સંલગ્ન દરસ્તાવેજો ધ્યાને લેતાં એવા નિષ્કર્ષ ઉપર કોર્ટ પહોંચી છે કે, રેકોર્ડમાં ત્રુટિ કે સમીક્ષા અરજીમાં કોઈ એવા ગુણ નથી, જેનાં કારણે આદેશ ઉપર પુનર્વિચાર કરવો પડે. માટે આ અરજી ફગાવી દેવામાં આવે છે. રાજ્ય સરકારે સુપ્રીમની `સત્તાના' દુરુપયોગ  અને મિલીભગત જેવી ટિપ્પણીઓને હટાવવાનો અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આ ટિપ્પણી અનુચિત છે અને અરજીકર્તા પ્રત્યે પક્ષપાતપૂર્ણ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang