• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

સમુદ્રી સહકાર વધારશે ભારત-બાંગલાદેશ

નવી દિલ્હી, તા.22 (પીટીઆઈ) : ભારત અને બાંગલાદેશે શનિવારે ઘણા નવા ક્ષેત્રોમાં સહયોગને વિસ્તૃત કરવા માટે ભવિષ્યવાદી દ્રષ્ટિકોણને મજબૂત બનાવવાના નિર્ધાર સાથે દરિયાઇ ક્ષેત્ર અને સમુદ્રી અર્થવ્યવસ્થા (બ્લુ ઈકોનોમી) સહિતના કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના બાંગલાદેશી સમકક્ષ શેખ હસીના વચ્ચે વ્યાપક સ્તરની વાટાઘાટોમાં આ કરારોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બંને પક્ષો દ્વારા હસ્તાક્ષર કરાયેલા મુખ્ય કરારોમાં ડિજિટલ ડોમેનમાં મજબૂત સંબંધો બાંધવા અને `ગ્રીન પાર્ટનરશિપ`નો સમાવેશ થાય છે. બંને પક્ષોએ રેલ્વે કનેક્ટિવિટી પર એક કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. `આજે અમે નવા ક્ષેત્રોમાં સહકાર માટે ભવિષ્યવાદી દ્રષ્ટિકોણ તૈયાર કર્યો છે. બંને દેશોના યુવાનોને ગ્રીન પાર્ટનરશિપ, ડિજિટલ પાર્ટનરશિપ, બ્લુ ઇકોનોમી અને અંતરીક્ષ જેવા ક્ષેત્રોમાં સહકાર પર સર્વસંમતિથી ફાયદો થશે, એમ પીએમ મોદીએ તેમના મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું. પોતાના નિવેદનમાં બાંગલાદેશી સીએમ હસીનાએ ભારતને બાંગલાદેશનો મુખ્ય પાડોશી અને વિશ્વાસુ મિત્ર ગણાવ્યો હતો. `ભારત અમારો મુખ્ય પાડોશી, વિશ્વાસુ મિત્ર અને પ્રાદેશિક ભાગીદાર છે. બાંગલાદેશ ભારત સાથેના  સંબંધોને ખૂબ મહત્વ આપે છે, જેનો જન્મ 1971માં મુક્તિની લડાઈમાંથી થયો હતો,એમ તેમણે જણાવ્યું હતું. `હું બાંગ્લાદેશની આઝાદીમાં સરકાર અને ભારતના લોકોના યોગદાનને કૃતજ્ઞતા સાથે યાદ કરું છું એમ હસીનાએ ઉમેર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang