• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ગુજરાત ભાજપમાં મોટા બદલાવ થશે

અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી) : એનડીએ જોડાણના મંત્રીમંડળમાં સી. આર. પાટિલનો કેન્દ્રીય મંત્રી તરીકે સમાવેશ થતાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ ખાલી થશે ત્યારે હવે સુકાન કોના હાથમાં સોંપાશે તેવી રાજકીય અટકળો શરૂ થઇ છે. ત્યારે હાલ કેટલાક નામો ચર્ચામાં આવ્યા છે જેમને ગુજરાત ભાજપની કમાન સોંપવામાં આવે તેવું કહેવાઇ રહ્યું છે. નવસારી બેઠક પર 2009થી સતત ચોથી વખત ચૂંટણી જીતનારા પાટિલ 35 વર્ષની રાજકીય સફરમાં પહેલીવખત મંત્રી બન્યા છે. સી. આર. પાટિલનો મંત્રીમંડળમાં સમાવેશ થતાં હવે પ્રદેશ પ્રવક્તાથી માંડીને ભાજપના આખાય માળખામાં ધરખમ ફેરફાર થશે તેમજ હોદ્દા ભોગવનારાઓને ઘરે બેસાડી દેવામાં આવશે તેવું કહેવાઈ રહ્યંy છે. ઓબીસી, આદિવાસી કે ક્ષત્રિય ચહેરાને નવા પ્રદેશ પ્રમુખ માટે તક મળી શકે છે. ઓબીસી સમાજ અંગે વિચારણા કરાય તો પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવાસિંહ ચૌહાણનું નામ પણ ટોચ પર ચાલી રહ્યું છે. સાથે ગોરધન ઝડફિયાને પાટીદાર ચહેરા તરીકે સ્થાન મળી શકે છે. તેઓ સૌરાષ્ટ્રનો સીનિયર અને અનુભવી ચહેરો છે. સાથે પૂર્વ મુખ્યમંત્રીનું નામ પણ ચર્ચાઈ રહ્યુ છે કેમકે, રૂપાલાને જીતાડવામાં વિજય રૂપાણીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે ત્યારે તેમને પણ ભાજપ તક આપી શકે છે. જો આદિવાસી થિયરી ઉપર ભાજપ વિચારણા કરે તો પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલના નામનો પણ સમાવેશ થઈ શકે છે. જો કે, અત્યાર સુધીનો ભાજપનો મોટાભાગનો ઇતિહાસ એમ કહી રહ્યો છે કે જ્યારે પણ પાટીદાર મુખ્યમંત્રી હોય તેવા સંજોગોમાં ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરાય છે ત્યારે જો વખતે પણ ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ બનાવાય તો પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપાસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રાસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયાસિંહ જાડેજાના નામ પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang