• મંગળવાર, 25 જૂન, 2024

સૌર તોફાનો ઈસરોના કેમેરામાં કેદ

નવી દિલ્હી, તા. 10 : ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઈસરો)ના આદિત્ય એલ-વન મિશને એક મોટી સફળતા મેળવીને ઈતિહાસ રચ્યો છે. હકીકતમાં મિશનના બે ઉપકરણે સૂર્યની સપાટીથી ઊઠનારાં સૌર તોફાનની ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી છે. ઈસરોએ સોમવારે અંગે જાણકારી આપી હતી. સૌર તોફાનોની પૃથ્વી પર અસર થાય છે. જો કે, હજુ વૈજ્ઞાનિકોએ જાણી શક્યા નથી કે, સૂર્યની સપાટી પર સૌર તોફાનોનું કારણ શું છે. આદિત્ય એલ-વનના ઉપકરણ સોલાર અલ્ટ્રાવાયોલેટ ઈમેજિંગ ટેલિસ્કોપ અન્ય ઉપકરણ વિઝિબલ એમિશન લાઈન કોરોનાગ્રાફ દ્વારા સૌર તોફાનની ઘટના કેમેરામાં કેદ કરાઈ હતી. ઈસરોએ જણાવ્યું હતું કે, સૂર્યની સપાટીથી વિશાળ તરંગો ઊઠે છે, જેને કોરોનલ માસઈજેક્શન અથવા સૌર તોફાન કહેવાય છે. ચોક્કસ કારણ કે તારણ હજુ મળી શક્યાં નથી, પરંતુ એવું મનાય છે કે, સૂર્ય પર મોજુદ ચૂંબકીય ક્ષેત્રના કારણે સૌર તોફાનો થાય છે. આવાં તોફાનોનાં કારણે અનેક વખત પૃથ્વી પર સમગ્ર સંચાર તંત્ર, સેટેલાઈટ અને ઊર્જા ગ્રીડ વગેરે પર અસર થાય છે. ચૂંબકીય તરંગોની અસરથી પૃથ્વી પરના તંત્રો તબાહ પણ થઈ શકે છે, તેવું ઈસરોએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang