• શનિવાર, 27 જુલાઈ, 2024

નવી સરકારમાં યુપી-બિહારનો દબદબો

નવી દિલ્હી તા.9 : વડાપ્રધાન મોદીની આગેવાનીમાં રચાયેલી કેન્દ્રની નવી એનડીએ સરકારમાં યુપી-બિહારનો દબદબો જોવા મળ્યો છે. આ બે રાજયમાંથી ચૂંટાયેલા સહયોગી દળોના સૌથી વધુ સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે. નવી સરકારમાં સૌથી વધુ મંત્રી ભાજપના છે અને નીતીશના જેડીયૂ અને ચંદ્રાબાબૂ નાડયૂની ટીડીપીએ પણ પોતાના સાંસદ માટે હક્ક રુપે મંત્રીપદ મેળવ્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળના અનેક મંત્રી રિપીટ થયા છે. શપથ વિધિ પહેલા મોદીની આગેવાનીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં 43 સાંસદ સામેલ હતા જેમને શપથ માટે ઔપચારિક ફોન કોલ આવ્યા હતા. શપથ વિધિ સાથે કેન્દ્રિય મંત્રીમંડળની જે યાદી સામે આવી છે તે મુજબ... -યુપીથી હરદીપસિંહ પુરી, રાજનાથસિંહ, જયંત ચૌધરી, જિતિન પ્રસાદ, પંકજ ચૌધરી, બીએલ શર્મા, અનુપ્રિયા પટેલ, કમલેશ પાસવાન, એસપી સિંહ બઘેલ  -બિહારથી ચિરાગ પાસવાન, ગિરિરાજસિંહ, જીતનરામ માંઝી, રામનાથ ઠાકુર, લલનસિંહ, નિર્યાનંદ રાય, રાજ ભૂષણ, સતીશ દૂબે -ગુજરાતથી અમિત શાહ, મનસુખ માંડવિયા, સીઆર પાટિલ, નીમૂબેન બાંભણિયા, એસ.જયશંકર -ઓડિશાથી અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, જુઅલ ઓરમ -કર્ણાટકથી નિર્મલા સીતારમન, એચડીકે, પ્રહલાદ જોશી, શોભા કરંદલાજે, વી.સોમન્ના  -મહારાષ્ટ્રથી પીયૂષ ગોયલ, નિતિન ગડકરી, પ્રતાપરાય જાધવ, રક્ષા ખડસે, રામદાસ અઠાવલે, મુરલીધર મોહોલ, ગોવાથી શ્રીપદ નાઈક -જમ્મુ-કાશ્મીરથી જિતેન્દ્રસિંહ -મધ્યપ્રદેશથી શિવરાજસિંહ ચૌહાણ, જયોતિરાદિત્ય સિંધિયા, સાવિત્રી ઠાકુર, વીરેન્દ્ર કુમાર  -અરુણાચલ પ્રદેશથી કિરેન રિજ્જૂ -રાજસ્થાનથી ગજેન્દ્રસિંહ શેખાવત, અર્જુનરામ મેઘવાલ, ભૂપેન્દ્ર યાદવ, ભાગીરથ ચૌધરી -હરિયાણાથી એમએલ ખટ્ટર, રાવ ઈન્દ્રજીતસિંહ, કૃષ્ણપાલ ગુર્જર -કેરળથી સુરેશ ગોપી -તેલંગાણાથી જી કિશન રેડ્ડી, બંદી સંજય -તમિલનાડુથી એલ.મુરુગન -ઝારખંડથી આજસૂ સાંસદ ચંદ્રશેખર ચૌધરી, અન્નપુર્ણા દેવી -આંધ્રપ્રદેશથી ડો.ચંદ્રશેખર પેમ્માસાની, રામમોહન નાયડૂ કિંજરાપુ, શ્રીનિવાસ વર્મા, -પશ્ચિમ બંગાળથી શાંતનુ ઠાકુર, સુકાંત મજમૂદાર -પંજાબથી રવનીત સિંહ બિટ્ટૂ -આસામથી સર્બાનંદ સોનોવાલ, પબિત્રા માર્ગેરિટા, -ઉત્તરાખંડથી અજય ટમ્ટા -દિલ્હીથી હર્ષ મલ્હોત્રા, છત્તીસગઢથી તોખન સાહૂ 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang