• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

ગુજરાતમાં 92 ટકાથી ઓછો વરસાદ

અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારતમાં આ વર્ષે ચોમાસાની એન્ટ્રી 4 જૂનની આસપાસ કેરળમાં થશે. આ વર્ષે દેશમાં ચોમાસું 96 ટકા રહેવાનો અંદાજ છે.  બીજી તરફ ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 96 ટકા રહેવાનો અંદાજ છે. ચોમાસા દરમિયાન અલ નીનોની સંભાવના 90 ટકાથી વધુ છે ત્યારે કેન્દ્રિય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસાને લઈને કરવામાં આવેલી આગાહી અનુસાર છે. ગુજરાતમાં 92 ટકાથી ઓછા વરસાદની સંભાવના કરવામાં આવી છે. આ વર્ષે ગુજરાત ઉપરાંત પશ્ચિમ ભારતમાં નબળું ચોમાસું રહી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં હવે ગરમીથી લોકોને રાહત મળી શકે છે. તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. બીજી બાજુ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 28 અને 29મી મેના રોજ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, આણંદ અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang