• બુધવાર, 22 મે, 2024

ઈઝરાયલને એક અબજ ડોલરનાં શસ્ત્રો મળશે

નવી દિલ્હી, તા. 20 : ગાઝામાં સૈન્ય અભિયાનો અને ઈરાનની સાથે હાલના સંઘર્ષ વચ્ચે અમેરિકાએ ફરી એકવાર ઈઝરાયલને સાથ આપ્યો છે. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનની સરકારે ઈઝરાયલને વધુ એક અબજ ડોલર (અંદાજે રૂા. 8340 કરોડ)નાં હથિયાર વેચવાનો નિર્ણય કર્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ બાયડન પ્રશાસન ઈઝરાયલ સાથે એક અબજ ડોલરના નવા હથિયારના સોદા પર સહમત થયું છે. આ સંબંધમાં પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે અમેરિકી કોંગ્રેસની સંબંધિત સમિતિને મોકલવામાં આવ્યો છે. હથિયારના આ સોદામાં ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સેનાને અમેરિકા તરફથી તોપના ગોળા અને મોર્ટાર મળશે.  સંયોગથી સાત ઓક્ટોબરના પેલેસ્ટાઈનની હમાસની સાથે ઈઝરાયલના સંઘર્ષની શરૂઆત પછી અમેરિકા નેતન્યાહુ સરકારની સાથે ઊંભું હતું, તે દરમ્યાન અત્યાધુનિક હથિયારો અને દારૂ-ગોળાથી ભરેલું એક વિમાન ઈઝરાયલના દક્ષિણ ખૂણે સ્થિત નેવાતિમ હવાઈ મથક ઉપર પહોંચ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang