• શુક્રવાર, 03 મે, 2024

ઇરાન પર ઇઝરાયલનો મિસાઇલ-ડ્રોનથી પલટવાર

તેલઅવીવ, તા. 19 : ઇઝરાયેલે આખરે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો છે. એક મીડિયાએ અમેરિકન અધિકારીઓને ટાંકીને માહિતી આપી છે. ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. એટલું નહીં, ઇરાન ઉપરાંત ઇરાક અને સીરિયાને પણ નિશાન બનાવતાં મધ્યપૂર્વમાં સ્ફોટક સ્થિતિ સર્જાઇ છે. ઇઝરાયેલે ઇરાનના પરમાણુ મથકને નિશાન બનાવ્યું, પરંતુ તેની નજીક હુમલો કરી પરમાણુ મથક સુધી તેની પહોંચ હોવાનો સંદેશ આપ્યો હતો. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ જાણકારી આપી છે. ફ્લાઈટ ટ્રાકિંગ વેબસાઈટ ફ્લાઈટ રડાર અનુસાર, વિસ્ફોટો બાદ ઘણી ફ્લાઈટ્સ ઈરાની એરસ્પેસથી ડાયવર્ટ કરવામાં આવી છે. સીએનએન ન્યૂઝ અનુસાર લગભગ આઠ વિમાને તેમનો રૂટ બદલ્યો હોવાના અહેવાલ છે. હુમલા માટે ઇઝરાયેલે દિવસ પસંદ કર્યો જ્યારે ઈરાન પોતાના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખામેનેઈનો 8પમો જન્મદિવસ મનાવી રહ્યંy છે. ઈરાને દાવો કર્યો કે, ઇઝરાયેલની અનેક મિસાઇલો અને ડ્રોનને તેણે એર ડિફેન્સથી તોડી પાડી હુમલો નિષ્ફળ બનાવ્યો છે. ઇઝરાયેલના હુમલાને પગલે તેહરાનની તમામ ફલાઇટ ડાયવર્ટ કરાઈ હતી. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ માટે ઈરાન પર બદલાની કાર્યવાહી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો હતો, જેથી પશ્ચિમી દેશોની સમજાવટને અવગણી હુમલાનો આદેશ આપ્યો હતો. ઈરાને પહેલાં તો ઇઝરાયેલે હુમલો કર્યાનું સ્વીકાર્યું હતું બાદમાં તેના સરકારી મીડિયાએ સમાચાર પ્રસારિત કર્યા હતા. ઇસ્ફહાન પ્રાંત છે જ્યાં નાટાન્ઝ સહિત ઇરાનની ઘણી પરમાણુ સાઇટ્સ આવેલી છે. નાટાન્ઝ ઈરાનના યુરેનિયમ કાર્યક્રમનો મુખ્ય ભાગ છે. પહેલા 14 એપ્રિલે ઈરાને ઇઝરાયલ પર 300થી વધુ મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. દરમિયાન તેઓએ ઇઝરાયલના નેવાતિમ એરબેઝને નિશાન બનાવ્યું હતું, જ્યાં થોડું નુકસાન પણ થયું હતું. ત્યારથી અટકળ ચાલી રહી હતી કે ઇઝરાયેલ ગમે ત્યારે બદલાની કાર્યવાહી કરશે. જો કે, ઇઝરાયલ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનની મદદથી ઈરાનના 99 ટકા હુમલાને રોકવામાં સફળ રહ્યું હતું. ઈરાનના હુમલા બાદ ઇઝરાયલે બદલો લેવાની ચેતવણી આપી હતી. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ ઇરાન સામે બદલો લેવાની યોજના બનાવવા માટે યુદ્ધ કેબિનેટ સાથે 5ાંચ બેઠકો યોજી હતી. ઇઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ વાશિંગ્ટન પોસ્ટને જણાવ્યું કે, ઈરાન પર ડ્રોન હુમલાનો હેતુ તેમને જણાવવાનો હતો કે, ઇઝરાયલ ઈચ્છે તો ઈરાન પર હુમલો કરી શકે છે. ઇઝરાયલના અધિકારીએ કહ્યું કે, ઈરાનને ચેતવણી આપવા માટે તેમની મિલિટરી સાઈટને નિશાન બનાવવામાં આવી હતી. ઈરાનની સેના, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે હુમલા પહેલા ગુરુવારે ચેતવણી આપી હતી કે, જો ઈઝરાયલ હુમલો કરશે તો તેઓ તેમના પરમાણુ મથકો પર હુમલો કરીશું. ઈરાનની સેનાના વરિષ્ઠ કમાન્ડર સિયાવોશ મિહાન્દુસ્તે કહ્યું છે કે, ઇઝરાયલના કથિત હુમલાથી કોઈ નુકસાન થયું નથી. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, કમાન્ડરે કહ્યું કે, વિસ્ફોટોનો અવાજ સંભળાયો તે ખરેખરમાં એર ડિફેન્સનો અવાજ હતો, જ્યારે તે શંકાસ્પદ વસ્તુઓને નિશાન બનાવી રહ્યો હતો. ઈરાનના એક પરમાણુ મથક સાઇટ નજીક ત્રણ મિસાઇલ ખાબક્યાના અહેવાલ છે. ઈરાનમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે અને એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી છે. ઈરાનના સરકારી મીડિયા અનુસાર ઈસ્ફહાન શહેરના એરપોર્ટ આસપાસ પ્રચંડ અવાજ સંભળાયો હતો. શહેરમાં ઈરાનનો ન્યુક્લિયર પ્લાન્ટ છે, જેનું નિર્માણ ચીનની મદદથી કરાયાનું કહેવાય છે. અહીં ઈરાનનો સૈન્ય બેઝ પણ છે. ઈરાકમાં બગદાદ નજીક એક ઈમારત ઉપર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી, જ્યાં કથિત રીતે ઈરાન સમર્થિત અનેક જૂથ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની બેઠક ચાલી રહી હતી. સીરિયામાં દક્ષિણ ભાગમાં અસ સુવેદા અને દારા પ્રાંતોમાં સીરિયાઈ આર્મિનાં ઠેકાણાઓને નિશાન બનાવી હુમલો કરાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang