• શુક્રવાર, 03 મે, 2024

આતંક ફેલાવનારાને આટા માટે ફાંફાં

નવી દિલ્હી, તા. 19 (પીટીઆઇ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાડોશી દેશ પાકિસ્તાન પર પરોક્ષ રીતે નિશાન તાકતાં પ્રહાર કર્યો હતો કે, જે દેશ આતંક ફેલાવતો હતો આજે `આટા' માટે એટલે કે લોટ માટે સંઘર્ષ કરી રહ્યો છે. મધ્યપ્રદેશના દમોહ ખાતે  એક જનસભાને  સંબોધન કરતાં વડાપ્રધાને ટિપ્પણી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વમાં ઘણા દેશો છે, જેની સ્થિતિ કફોડી છે. ઘણા દેશોએ દેવાળું ફૂંક્યું છે તેમાંનો એક પાડોશી દેશ જે `આતંક' ફેલાવતો હતો તે આજે `આટા'ના પુરવઠા માટે ફાંફાં મારી રહ્યો છે. મોદીએ કહ્યું કે, ભારતને જે વિદેશમાંથી હથિયારો આયાત કરવા પડતા હતા તે હવે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શત્રો અન્ય દેશોમાં નિકાસ કરે છે. વડાપ્રધાને કહ્યું કે, દેશના લોકોએ સ્થિર અને મજબૂત સરકારને મતદાન કરવું જોઇએ. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી દેશની ચૂંટણી છે. દેશને વિશ્વ મહાસત્તા બનાવવાની ચૂંટણી છે. મોદીએ કહ્યું, વિશ્વમાં યુદ્ધનું વાતાવરણ છે ત્યારે ભારતમાં યુદ્ધના ધોરણે કામ કરતી સરકારની ખૂબ જરૂર છે અને કામ પૂર્ણ બહુમતી સાથે ભાજપ સરકાર કરી શકે છે. વડાપ્રધાન મોદી 12 દિવસમાં ચોથી વખત મધ્યપ્રદેશના પ્રવાસે છે. પહેલાં મોદીએ 7 એપ્રિલે જબલપુરમાં રોડ શો કર્યો હતો. 9 એપ્રિલે તેમણે બાલાઘાટમાં એક બેઠક યોજી હતી. નર્મદાપુરમના પીપરિયામાં 14મી એપ્રિલે સભા કરી હતી. નરેન્દ્ર મોદી ત્યારબાદ શુક્રવારે ઉત્તરપ્રદેશના અમરોહા પહોંચ્યા હતા. સ્ટેજ પર ઢોલક સાથે મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, અહીં ઢોલકની ગુંજ દૂર-દૂર સુધી સંભળાય છે. સમયે હું ભીડને જોઈ રહ્યો છું. તમારો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આજની એકમાત્ર થાપ છે કમળ છાપ. અમરોહાનો ઢોલક પણ દેશભરમાં ધબકે છે. ક્રિકેટ વર્લ્ડકપમાં ભાઈ મો. શમીએ જે કમાલ કરી. આખી દુનિયાએ તે જોયું. રમતગમતમાં તેમના શાનદાર પ્રદર્શન બદલ કેન્દ્ર સરકારે ભાઈ મો. શમીને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. યોગીજી અહીં યુવાનો માટે સ્ટેડિયમ પણ બનાવી રહ્યા છે. માટે હું અમરોહાના લોકોને અભિનંદન આપું છું. પરિવારવાદી અને ભ્રષ્ટ નેતાઓને મોદીની ગેરંટી અકળાવી રહી છે. તેઓ કહે છે કે, જો ત્રીજી વખત ભાજપની સરકાર બનશે તો દેશમાં આગ લાગી જશે. ઈન્ડી ગઠબંધનવાળા લોકો મોદીને અવાર-નવાર ધમકીઓ આપી રહ્યા છે, પરંતુ મોદી ધમકીઓથી તો પહેલા ડર્યા છે અને તો ક્યારેય ડરશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang