• બુધવાર, 22 મે, 2024

પ્રથમ તબક્કામાં હિંસા વચ્ચે નોંધપાત્ર 63 ટકા મતદાન

નવી દિલ્હી, તા. 19 (પીટીઆઈ) : નવી કેન્દ્ર સરકાર અને કેટલીક રાજ્ય સરકારોને ચૂંટવા માટે આશરે બે મહિના અને સાત તબક્કામાં ફેલાયેલી ચૂંટણી પ્રક્રિયાનો આજે 17 રાજ્ય, ચાર કેન્દ્રશાસિત પ્રદેશની 102 બેઠકને સમાવતા પહેલા તબક્કાના મતદાન સાથે આરંભ થયો હતો. બેઠકોની દૃષ્ટિએ સૌથી મોટો તબક્કો હતો. મતદાન દરમ્યાન બે રાજ્ય પશ્ચિમ બંગાળ અને મણિપુરમાં હિંસા પણ થઈ હતી અને ગોળીબાર, હુમલા, પથ્થરમારા સહિતના બનાવોમાં અનેક ઘવાયા હતા. આમ છતાં સવારે સાત વાગ્યાથી સાંજે વાગ્યા સુધીના ચૂંટણીયજ્ઞમાં મતની આહુતિ આપવા લોકો પોતાના ઘરમાંથી ઉત્સાહભેર નીકળ્યા હતા અને પ્રાથમિક આંકડાઓ અનુસાર 63 ટકા જેટલું ભારે મતદાન તબક્કામાં જોવા મળ્યું હતું. સૌથી વધુ 79.90 ટકા મતદાન ત્રિપુરામાં, જ્યારે સૌથી ઓછું 47.49 ટકા મતદાન બિહારમાં થયું હતું. ઉપરાંત અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા માટે પણ મતદાન થયું હતું, જેમાં અરુણાચલમાં 64 ટકા અને સિક્કિમમાં 68 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પહેલા ચરણમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, સર્બાનંદ સોનોવાલ, કિરેન રિજિજુ, ડો. જિતેન્દ્રસિંહ, સંજીવ બલિયાન, તમિલસાઈ સુંદરાજન, જિતિનપ્રસાદ, કોંગ્રેસ નેતાઓ ગૌરવ ગોગોઈ, કાર્તિ ચિદમ્બરમ અને નકુલનાથ તેમજ ડીએમકે નેતા દયાનિધિ મારન સહિત 1625 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું. મતદાન વાગ્યે સંપન્ન થયું ત્યારે પણ અનેક રાજ્યોમાં અનેક મતદાન મથકોએ લોકોની લાંબી કતાર જોવા મળતાં સત્તાવાર મતદાનની ટકાવારી હજુ પણ ઊંચી જવા સંભવ હોવાનું ચૂંટણીપંચના પ્રવક્તાએ જણાવ્યું હતું. તબક્કામાં તમિલનાડુની તમામ 39, રાજસ્થાનની 12, ઉત્તરપ્રદેશની આઠ, મધ્યપ્રદેશની , મહારાષ્ટ્રની 5ાંચ, ઉત્તરાખંડ અને આસામની 5ાંચ-5ાંચ, બિહારની ચાર, પશ્ચિમ બંગાળની ત્રણ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશની બે-બે જ્યારે ત્રિપુરા, સિક્કિમ, મિઝોરમ, નાગાલેન્ડ, જમ્મુ-કાશ્મીર અને આંદામાન નિકોબાર, પોંડિચેરી, લક્ષદ્વીપ અને મણિપુરમાં એક-એક સીટ માટે મતદાન યોજાયું હતું. મણિપુરના બીજા મતવિસ્તારના કેટલાક ભાગો માટે પણ આજે મતદાન થયું હતું, જ્યારે બાકીના ભાગોમાં 26 એપ્રિલે બીજા તબક્કામાં મતદાન થશે. મતદાન સવારે સાત વાગ્યે શરૂ થયું હતું અને સાંજે વાગ્યા સુધી ચાલ્યું હતું, પરંતુ ઉત્તર-પૂર્વ અને પર્વતીય રાજ્યોમાં સાંજે ચાર અને 5ાંચ વાગ્યે તેમજ ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે ત્રણ અને ચાર વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું. પહેલા તબક્કામાં આસામમાં ઈવીએમના 10 સેટ સંપુર્ણ બદલવામાં આવ્યા હતા. 400 જેટલા ઉપકરણમાં ખરાબીની ફરિયાદ બાદ જરુર લાગી ત્યાં ઈવીએમ અને વીવીપેટ બદલાયા હતા. તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, અંદામાન નિકોબારમાં પણ કેટલાક બૂથ પર ઈવીએમમાં ખામીની ફરિયાદ ઉઠી હતી જે તુરંત ઠીક કરાવાઈ હતી. સાંજે વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 77.7 ટકા, મધ્યપ્રદેશમાં 63 ટકા, મેઘાલયમાં 69 ટકા  અને રાજસ્થાનમાં 0 ટકા મતદાન થયું હતુ. બિહારમાં સાંજે વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી 46.3 રહી હતી. તમિલનાડુની તમામ 39 બેઠકો માટે મતદાન પુર્ણ થયુ છે અને છેલ્લી સ્થિતિએ 63.0 ટકા મતદાન રહયુ હતુ. બંગાળના કૂચબિહારમાં હિંસાને કારણે મતદાનને અસર થઈ હતી. છત્તીસગઢની બસ્તર લોકસભા બેઠક પર 8.14 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang