• શનિવાર, 20 એપ્રિલ, 2024

રૂપાલાને માફ કરી દો... પાટિલે ક્ષત્રિય સમાજ સામે હાથ જોડયા

અમદાવાદ, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી) : કેન્દ્રીય મંત્રી અને રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનાં નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ફેલાયેલા આક્રોશને શાંત પાડવા માટે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે કમાન સંભાળી છે. આજે સી.આર. પાટિલના ગાંધીનગર ખાતે આવેલા નિવાસસ્થાને ક્ષત્રિય સમાજ સાથે બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ પાટિલે પરસોત્તમ રૂપાલા માટે બે હાથ જોડીને માફી માગી. તેઓએ કહ્યું કે, હવે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ. પ્રમુખ સી.આર. પાટિલે જણાવ્યું કે, રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનાં નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. તેઓ ત્રણ વખત માફી માગી ચૂક્યા છે. છતાં રોષ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. મારી ક્ષત્રિય સમાજને વિનંતી છે કે, ક્ષત્રિય સમાજ મન મોટું રાખીને પરસોત્તમભાઈને માફ કરી દે. આજે ભાજપના સૌ આગેવાનો ભૂપેન્દ્રાસિંહ, કેસરાસિંહ, મહેન્દ્રાસિંહ, આઇ.કે. જાડેજા, બલવંતાસિંહની આગેવાનીમાં મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રી  ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં અમે બેઠક યોજી હતી. હવે તેમણે માફી માગી છે, તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને તેમને માફ કરી દે. વધુમાં પાટિલે જણાવ્યું કે, મામલે 92 સભ્યની સંકલન સમિતિ નિમવામાં આવી છે. સમિતિ હેઠળ આવતીકાલે 3 વાગ્યે બેઠક યોજવવામાં આવશે. બેઠકમાં ક્ષત્રિય સમાજની વાત સાંભળવામાં આવશે અને સાથે તેઓને સમજાવવામાં પણ આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang