• શનિવાર, 27 જુલાઈ, 2024

`આપ' સાંસદ સંજય સિંહને સુપ્રીમમાં જામીન

નવી દિલ્હી, તા. 2 : મુશ્કેલીઓથી ઘેરાયેલી આમ આદમી પાર્ટી માટે રાહતરૂપ ઘટનાક્રમમાં છેલ્લા 6 મહિનાથી જેલમાં રહેલા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. જો કે, તેઓ આજે જેલમાંથી બહાર આવી શક્યા નથી. જામીન અંગેનો સુપ્રીમનો આદેશ અપલોડ થયો નથી. તે આદેશ અદાલતમાં રજૂ કરવો પડશે. સવારે જામીન ભર્યા બાદ મુક્તિ મળશે. દિલ્હીના કથિત દારૂનીતિ કૌભાંડમાં મની લોન્ડ્રિંગના આરોપમાં પીએમએલએ હેઠળ સંજય સિંહ વિરુદ્ધ કેસ નોંધનાર ઈડીએ કોર્ટમાં તેમને જામીન આપવા સામે વિરોધ કર્યો હતો. જામીન સાથે સુપ્રીમે તેમને મોટી રાહતમાં રાજકીય ગતિવિધિઓમાં પણ સામેલ થવા મંજૂરી આપી છે. જ્યાં સુધી કેસ ચાલે અને કોર્ટમાં તેઓ દોષિત સાબિત થાય ત્યાં સુધી તેમની ધરપકડ થઈ નહીં શકે. જેલમાંથી બહાર આવ્યા બાદ કોર્ટે તેમને કથિત દારૂ નીતિ કૌભાંડ મામલે કોઈ ટિપ્પણી કરવા નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની 3 જજની બેંચમાં સંજય સિંહના જામીન અંગે સુનાવણી થઈ હતી. તેમના વકીલે દલીલ આપી કે સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે અને તેમના વિરુદ્ધ પુરતાં પુરાવા પણ નથી. જેના પર જજે ઈડીને પૂછયું કે શું સંજય સિંહને જામીન આપવા સામે તેને કોઈ વાંધો છે ? તો ઈડીએ પોતાને કોઈ વાંધો હોવાનું જણાવ્યું હતું. એજન્સીએ કોર્ટને જણાવ્યું કે સંજય સિંહની પૂછપરછ કરીને પુરાવા મેળવવાનો ઉદેશ પૂર્ણ થયો છે. એટલે તેમને હવે જેલમાંથી મુક્ત કરી શકાય છે. ઈડીએ વાંધો ઉઠાવતાં જસ્ટિસ ખન્નાની બેંચે સંજય સિંહને જામીન પર છોડવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યંy કે જામીનની શરતો લોઅર કોર્ટ નક્કી કરશે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંજય સિંહ બુધવાર સુધીમાં જેલમાંથી બહાર આવે તેવી સંભાવના છે. તેઓ હવે જેલમાંથી બહાર રહેશે પરંતુ કેસ ચાલતો રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang