• શનિવાર, 20 એપ્રિલ, 2024

આજે વડાપ્રધાન મોદી ગુજરાતમાં

સુરત, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 22 ફેબ્રુઆરીના ફરી ગૃહરાજ્ય ગુજરાત આવી રહ્યા છે અને દરમ્યાન તેઓ રૂા. 55 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં વડાપ્રધાને 10 ફેબ્રુઆરીના વર્ચ્યુઅલી લગભગ એક લાખથી વધુ આવાસોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. વડાપ્રધાન આવતીકાલે  સવારે 10:45 વાગ્યે અમદાવાદમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કાટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સુવર્ણજયંતીની ઉજવણીમાં સહભાગી થશે. પછી લગભગ 12:45 વાગ્યે વડાપ્રધાન મહેસાણા પહોંચશે અને વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. મહેસાણાના તરાભમાં એક જાહેર સમારંભમાં સહભાગી થશે, જ્યાં તેઓ રૂા. 8,350 કરોડથી વધારેની વિકાસલક્ષી પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે.  વડાપ્રધાન ભારત નેટ ફેઝ-2- ગુજરાત ફાઇબર ગ્રિડ નેટવર્ક લિમિટેડ સહિતના મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ દેશને અર્પણ કરશે, જે 8000થી વધારે ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરશે. વડાપ્રધાન મોદી સાંજે 4:15 વાગ્યે નવસારી પહોંચશે, જ્યાં તેઓ દેશને આશરે રૂા. 24700 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યો સમર્પિત કરશે. વડાપ્રધાન સાંજે 6:15 વાગ્યે કાકરાપાર પરમાણુ વિદ્યુત મથકની મુલાકાત લેશે. જ્યાં યુનિટ-3 અને યુનિટ-4 ખાતે બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (પીએચ ડબલ્યુઆર) દેશને સમર્પિત કરશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang