• શનિવાર, 27 જુલાઈ, 2024

રાજ્યસભા માટે ભાજપના ઉમેદવારો જાહેર

નવી દિલ્હી, તા. 11: આગામી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે રવિવારના ઉત્તર પ્રદેશ, બિહાર, છતીસગઢ સહિત પશ્ચિમ બંગાળ, હરિયાણા, કર્ણાટકા, ઉતરાખંડ રાજ્યો માટે ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે. પક્ષે ફરી એક વાર સુધાંશુ ત્રિવેદીને રાજ્યસભા મોકલવાનો નિર્ણય કર્યો છે. તેમને યુપીના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે પૂર્વ કોંગ્રેસ નેતા આરપીએન સિંહને પણ યુપીથી ભાજપ ઉમેદવાર બનાવ્યો છે. ઉપરાંત હરિયાણા ભાજપના પ્રર્વ પ્રમુખ સુભાષ બરાલાને હરિયાણાથી પક્ષની ઉમેદવારી આપી છે. ગુજરાત માટેના ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે. સુથીલ મોદીનું નામ યાદીમાં નથી તો જીતનરામ માંઝીનું પણ પતું કપાયું છે. ભાજપે બિહારથી ડો. ધર્મશીલા ગુપ્તા અને ડો. ભીમસિંહને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે છતીસગઢથી રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહનું નામ નક્કી કરાયું છે. કર્ણાટકથી નારાયણા કૃષ્ણાસા ભાંડગે, ઉતરપ્રદેશથી સાધાના સિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બલવંત અને નવીન જૈનને પણ ઉમેદવારી આપી છે. ઉતરાખંડથી મહેંદ્ર ભટ્ટ અને પશ્ચિમ બંગાળથી સામિક ભટ્ટાચાર્યને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. પહેલા તૃણમૂલ કોંગ્રેસે પણ રાજ્યસભા ચુંટણી માટે ઉમેદવારોના નામો જારી કર્યા હતા. પક્ષે વરિષ્ઠ પત્રકાર સાગરિક ઘોષ, પાર્ટી નેતા સુષ્મિતા દેવ મોહમ્મદ નદીમૂલહક અને મમતા બાલા ઠાકુરના નામ જાહેર કર્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang