ભુજ, તા. 17 : મુંદરામાં ગાંજો 214 ગ્રામ તથા માટીની ચીલમ સાથે
શખ્સ ઝડપાયો હતો. ગઇકાલે રાત્રે મુંદરા પોલીસે બાતમીના આધારે નદીના પટમાં ઇદગાહની સામે
માદક પદાર્થ ગાંજાનો જથ્થો 214 ગ્રામ કિં.
રૂા. 10,700 તથા રોકડા રૂા. 2200 અને માટીની ચીલમ એમ કુલ્લે
રૂા. 12,900ના મુદ્દામાલ સાથે મહોમદ શકુર
આમદ જુણેજા (રહે. સુખપરવાસ, મુંદરા)ને
ઝડપી એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.