• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

ખેડોઈમાં 15 થી 20 એકરમાં ખનીજનું ગેરકાયદે ખનન થયું હોવાની રાવ

ગાંધીધામ, તા. 19 :  જિલ્લામાં ખનીજ ચોરીના વધતા બનાવો વચ્ચે અંજાર તાલુકાના  ખેડોઈમાં ગ્રામજનો દ્વારા ખનીજ ચોરી ઉપર રેડ પાડવામાં આવી હતી. લોકોની કાર્યવાહી બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા કરોડોની કીમતનો મુદ ામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યાનુસાર, અંજાર તાલુકામાં ખેડોઈ ગામે બ્લેક ટ્રીપની લીઝની બાજુમાં ખૂબ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન થતું  હતું. તે ની જાણ ગ્રામ પંચાયત અને ગ્રામજનોને થતાં જનતા રેડ કરવામાં આવી હતી. બે ડમ્પર અને એક હીટાચી મશીન પકડી પાડવામાં આવ્યા હતા અને મામલતદાર તંત્ર અને ખાણ ખનીજ તંત્રને બોલાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. લિઝધારક દ્વારા 15થી 20 એકરમાં કરોડોની કીમતનું નું ખનન થયું હોવાનો દાવો ગ્રામજનોએ કર્યો હતો. આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન થતું હોય અને તંત્રને જાણ ન હોય તે પણ અશક્ય હોવાનું ગ્રામજનોએ જણાવ્યુંહતું. દરમ્યાન ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ દરમ્યાન બ્લેક ટ્રેપના ખનીજનાન બીન અધિકૃત ખનન કરવાના કેસમાં બે ટ્રેઈલર અને એક એસ્કેવેટર મશીન સીઝ કરવામાં આવ્યું હતું. આ અંગે ગેરકાયદે ખનન વહન સંગ્રહ નિવારણ મુજબ આયળની કાર્યવાહી  હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા તપાસ દરમ્યાન 1.20 કરોડની કીમતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હોવાનું જણાવાયું  છે.

Panchang

dd