• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

મેઘપર (બો.)માં ગેરકાયદે બાંધકામ મુદ્દે ખંડણી માગનાર ચાર પત્રકાર સામે ફોજદારી

ગાંધીધામ, તા. 28 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં પત્રકાર તરીકેની ઓળખ આપી પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ હોવાનું જણાવી કામમાં અડચણ ન થાય માટે રૂપિયાની ખંડણી માગી સતત માનસિક પરેશાની કરાતાં ચાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આદિપુરમાં રહેતા ગીતાબેન દેવાનંદ મોહનાણી (સિંધી)એ મેઘપરના નિર્મલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, દિપેન્દ્રસિંહ જાડેજા તથા અંજારના કાંતિ પટેલ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શહેરમાં મુરલીધર ગ્લાસ હાઉસ નામની દુકાન ચલાવતા ફરિયાદીના પતિએ મેઘપર બોરીચીમાં જમીન લીધી હતી જ્યાં તેમણે શેડ?બનાવ્યો હતો. આ શેડ બનાવવાની કામગીરી થઇ?રહી હતી અને તેમણે ત્યાં દીવાલ બનાવી હતી. ત્યાં પાછળ નેન્સી સોસાયટી માટેનો રસ્તો છે જ્યાં કોઇપણ કામ કરાયું નહોતું. એકાદ વર્ષ પહેલાં નિર્મલસિંહ, મહેન્દ્રસિંહ, દિપેન્દ્રસિંહે પત્રકાર તરીકે ઓળખ આપી દીવાલ દબાણમાં હોવાની વાત કરી હતી જેથી દેવાનંદ મોહનાણીએ વિવાદમાં ન પડી દીવાલ તોડાવી અંદરના ભાગે બનાવી હતી. તેમ છતાં આ શખ્સોએ સર્વે નંબરમાં વાંધા હોવાનું કહી તમારું કામ રોકાવી શકીએ છીએ, કામ ન રોકાવું હોય તો પૈસા આપવાની વાત આરોપીઓએ કરી હતી. વારંવાર ફોન કરી પરેશાન કરી સમજૂતી નહીં કરો તો આડા ઓથોરિટીમાં અરજી કરી કામ રોકાવી દેવાની ધમકી આપી હતી. બાદમાં તેમને ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ પણ આપવામાં આવી હતી. બાદમાં આરોપીઓએ દેવાનંદ સિંધી સાથે બેઠક કરી રૂા. પાંચ લાખની માંગ કરી હતી અને બાદમાં પૈસા ન થાય તો રૂા. 2,50,000ની માંગ કરી હતી. દરમ્યાન, અંજારના કાંતિ પટેલે પણ?તેમને ફોન કરી પ્લોટવાળો કાંડ મારા હાથમાં આવ્યો છે. આવતીકાલના છાપાંઓમાં જાહેર કરાવી નાખીશ?અને કલેક્ટરને પણ જાણ કરીશ તેવી ધમકી આપી પોતાની ઓફિસે મળવા બોલાવ્યા હતા. જ્યાં તેણે ભોગ બનનાર પાસેથી રૂા. પાંચ લાખની માંગ કરી હતી. રકઝકના અંતે 2,50,000 આપવા નક્કી થયું હતું. ફરિયાદીના પતિને વારંવાર પૈસા માટે ફોન કરી માનસિક પરેશાન કરતા આ ચારેય શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ થતાં આગળની તપાસ પોલીસે હાથ?ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang