ભુજ, તા. 19 : શહેર સમીપેના મિરજાપરમાંથી
સગીર વયની યુવતીનું અપહરણ થતાં ફરિયાદ નોંધાઇ છે. ગઇકાલે ફરિયાદીની સગીર વયની દીકરીનું
કોઇ અજાણ્યો ઇસમ લલચાવી-ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયાની
ફરિયાદ આજે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવતાં પોલીસે પોકસો સહિતની વિવિધ કલમો તળે ગુનો
દાખલ કરી તપાસ હાથ ધરી છે.