ગાંધીધામ, તા. 19 : શહેરના ટાગોર રોડ ઉપર રોટરી
સર્કલ નજીક પૂરપાટ આવતી કારે હડફેટમાં લેતાં ભાવિક અને કલ્પેશ નામના યુવાનોનું મોત
થયું હતું. આ પ્રકરણના એક આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતાં તેની અરજી ફગાવી દેવામાં
આવી હતી. શહેરના ટાગોર રોડ પર રોટરી સર્કલ નજીક ઓશિયા મોલની સામે તા. 6/1ના જીવલેણ અકસ્માત સર્જાયો
હતો. એક્ટિવા અને બાઇકથી ઊભેલા યુવાનોને પાછળથી કાર નંબર જી.જે.-39-સીબી-9743એ અકસ્માત સર્જી તેમને ઢસડયા
હતા, જેમાં ભાવિક પાતારિયા અને કલ્પેશ મહેશ્વરી નામના
યુવાનોનું મોત થયું હતું, જ્યારે ફરિયાદી ચંદ્રેશ રામજી દનિચા
અને ભાવેશ ભર્યાને ઇજાઓ પહોંચી હતી. આ પ્રકરણમાં નીતિન મુકેશ ગોસ્વામી, દીપક ઇશ્વર ધુલાણી, તરુણ જિતેન્દ્ર રીજવાણી તથા મનીષ
અશોક ખેમચંદાણી નામના શખ્સો સામે ગુનો નોંધાયો હતો. આ તમામની પોલીસે ધરપકડ કરી હતી.
બનાવના આરોપી મનીષ ખેમચંદાણીએ રેગ્યુલર જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. જેમાં
બંને પક્ષોની દલીલો, બનાવની ગંભીરતા જોઇ ન્યાયાધીશ એલ.ડી. વાઘએ
આ શખ્સના જામીન નકારી દીધા હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કુ. હિતેષી પી. ગઢવી હાજર રહી ધારદાર દલીલો
કરી હતી. મૂળ ફરિયાદી તરફે ધારાશાત્રી એચ. જે. સોનપાર હાજર રહ્યા હતા.