• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

માધાપરમાં જુગાર રમતા ચાર ખેલી પકડાયા

ભુજ, તા. 19 : ગઈકાલે માધાપરમાં જાહેરમાં જુગાર રમતા ચાર ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. ગઈકાલે રાતે માધાપપર નવાવાસના ગંગેશ્વર રોડ પર જલારામ સોસાયટીમાં નારણભાઈ દેવજીભાઈ હાલાઈના મકાનના આંગણામાં ગંજીપાના વડે જુગાર રમતા નારણભાઈ ઉપરાંત દિનેશ ધનજી પિંડોરિયા, કિશોર કાનજીભાઈ ભુડિયા (રહે. ત્રણે માધાપર) તથા રફીક જુસબ કુંભાર (રહે. ભુજ)ને રોકડા રૂા. 15,400ના મુદ્દામાલ સાથે માધાપર પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Panchang

dd