ભુજ, તા. 1 : માંડવી તાલુકાના નાની વિરાણીની
સીમની પાંચ વાડીને તસ્કરોએ નિશાન બનાવી વિવિધ બોરના વાયરની ચોરી કરી જતાં ખેડૂતોમાં
રોષ વ્યાપ્યો છે અને ચોરી અંગે ફરિયાદ નોંધાવાઇ છે. ગઢશીશા પોલીસ મથકે રાજપરના ખેડૂત
ખેંગારભાઇ કાનાભાઇ આહીરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેની નાની વિરાણીની સીમમાં વાડી આવેલી
છે. 29-6ના સવારે વાડીએ આવી બોર ચાલુ
કરવા જતાં મોટર ચાલુ થઇ ન હતી. બોર વાયર કિં. રૂા. 16,250ની ચોરી થઇ ગઇ હતી. આસપાસ તપાસ કરતાં સાહેદો પરબત કાના આહીર, જયંતી અરજણ આહીર, નવીન
કાનજી પારસિયા અને નવીનચંદ્ર મનજી ભગતની વાડીઓ પરથી પણ આ રીતે વાયરની ઉઠાંતરી થઇ છે.
આમ કુલ્લે રૂા. 1,25,500ના
વાયરની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી, પોલીસે છાનબીન હાથ ધરી છે.