• બુધવાર, 22 મે, 2024

ગાંધીધામની ખાનગી શાળાની લિફ્ટમાં વીજશોક લાગતાં યુવાનનું મોત

ગાંધીધામ / ભુજ, તા. 19 : ગાંધીધામના સેક્ટર-4 વિસ્તારમાં ખાનગી શાળાની લિફ્ટમાં વીજશોક લાગતાં 21 વર્ષીય યુવાન અનિલકુમાર સતવારે જીવ ખોયો હતો જ્યારે અબડાસા તાલુકાના સાયરા (કોઠારા)માં રહેતા 55 વર્ષીય પ્રૌઢ વકાજી પ્રાગજી મોડ?(જાડેજા) તળાવમાં પાણી ભરવા ગયા હતા ત્યારે પગ લપસતાં તળાવમાં ડૂબવાથી મૃત્યુ પામ્યા હતા. ગાંધીધામના સેક્ટર-ચાર વિસ્તારમાં આવેલી માઉન્ટ કાર્મેલ હાઇસ્કૂલ નામની શાળામાં બનાવ બન્યો હતો. અહીં શાળામાં નવું બાંધકામ થઇ રહ્યું છે તેમાં સામાન ઉપર ચડાવવા અને નીચે લઇ આવવા લિફ્ટ બનાવાઇ?છે. આ લિફ્ટમાં અનિલકુમાર નામનો શ્રમિક કામ કરી રહ્યો હતો દરમ્યાન તેને અચાનક વીજશોક લાગતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે સાયરા (કોઠારા)માં આ બનાવ અંગે કોઠારા પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ વંકાજી મોડ (જાડેજા) તળાવમાં પાણી ભરવા ગયા હતા પરંતુ પરત ન આવતાં પરિવારના લોકોએ તેમની શોધખોળ આદરી હતી. દરમ્યાન, તળાવમાં છાનબીન કરાતાં બપોરે ડૂબેલી અવસ્થામાં મળતાં તેમને નલિયાની સરકારી હોસ્પિટલે લઇ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. કોઠારા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ?ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang