• સોમવાર, 18 મે, 2026

મેઘપર (બો.)માં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

ગાંધીધામ, તા. 17 : મેઘપર બોરીચીમાં જય જોગણીનગર સોસાયટી સામે રેલવે પાટાની બાજુમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 11,700 જપ્ત કર્યા હતા. મેઘપર બોરીચીની જય જોગણીનગર સોસાયટીની સામેના ભાગે આજે બપોરે પોલીસે છાપો માર્યો હતો. અહીં રેલવે પાટાની બાજુમાં બાવળની ઝાડીમાં આ તાપમાં અમુક શખ્સો પત્તા ટીંચી રહ્યા હતા. તેવામાં અચાનક પોલીસ આવી પડી હતી અને અહીંથી શ્યામ ચીમન બહેરાણી, મિતેશ કિશનલાલ ચાવડા, ચમન તેજા મહેશ્વરી તથા સિકંદરપ્રસાદ તુલસીપ્રસાદ કુશ્વાહને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 11,700 તથા ચાર મોબાઇલ એમ કુલ્લ રૂા. 29,200નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. 

Panchang

dd